January 8, 2025

ISROનો ‘નોટી બોય’ કરશે આ ખુલાસા

અમદાવાદ: ISROએ ગઈ કાલે સાંજે 5.35 કલાકે હવામાનની સચોટ માહિતી પ્રદાન કરતો ઉપગ્રહ INSAT-3DS (નોટી બોય) લોન્ચ કર્યો હતો. તેનું પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું છે. પરંતુ શું તમને ખબર છે કે આ નોટી બોય શું કાર્ય કરશે અને આ નામ જ કેમ આપવામાં આવ્યું? જાણો અમારા આ અહેવાલમાં.

2024માં ઈસરોનું બીજું મિશન
17 ફેબ્રુઆરી, 2024ના રોજ 17.35 કલાકે INSAT-3DS (નોટી બોય) લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પહેલા 1 જાન્યુઆરીએ PSLV-C58/ExpoSat મિશનના સફળ પ્રક્ષેપણ પછી 2024માં ISROનું આ બીજું મિશન છે. ઉપગ્રહને લઈ જનારા રોકેટની વાત કરવામાં આવે તો તેની લંબાઈ 51.7 મીટર છે. વજની વાત કરવામાં આવે તો વજન 2274 કિલોગ્રામ છે. વિજ્ઞાન મંત્રાલયે આપેલી માહિતી અનુસાર નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અને ઇન્ડિયન નેશનલ ઓશન ઇન્ફર્મેશન સર્વિસિસ સેન્ટર હેઠળના વિવિધ વિભાગોને સેવા આપશે.

નોટી બોય કેમ પાડવામાં આવ્યું નામ
મહત્વની વાત એ છે કે દરેક લોકોને સવાલ થઈ રહ્યો છે કે તેનું નામ કેમ નોટી બોય રાખવામાં આવ્યું છે. ત્યારે તમને જણાવી દઈએ કે વેધર સેટેલાઈટથી જે રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું છે તેને નોટી બોય કહેવામાં આવે છે. આ નામને ISROના ભૂતપૂર્વ અધ્યક્ષે રાખ્યું છે. ISROના ડેટા અને તેના સ્ટ્રાઈક રેટને ધ્યાનમાં રાખીને તે નામ રાખવામાં આવ્યું છે. ત્યારે હવે તમને સવાલ થશે કે આ નોટી બોય શું કરશે કાર્ય?

ખૂબ જ મહત્વપૂર્ણ
ભારતની અવકાશ એજન્સી માટે INSAT-3DSનું પ્રક્ષેપણ ઘણું મહત્વ રાખે છે. હવામાનની આગાહીની અત્યંત સચોટ માહિતી પ્રદાન કરવામાં સક્ષમ છે, અને આપત્તિ નિવારણમાં પણ મદદરૂપ છે. આ રીતે, INSAT-3DS લોન્ચ ભારતની હવામાન એજન્સીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે GSLVનું છેલ્લું પ્રક્ષેપણ 29 મે, 2023 ના કરવામાં આવ્યું હતું. જેને બાહુબલી રોકેટ પણ કહેવામાં આવે છે. PSLV રોકેટની સફળતાનો દર પણ 95 ટકા માનવામાં આવે છે. GSLV રોકેટનું સફળ પ્રક્ષેપણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.