Cheteshwar Pujaraની રાજકોટમાં ધમાકેદાર ઈનિંગ
રાજકોટ: ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાં પૂજારા જગ્યા બનાવી શક્યો નથી. હાલમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમ નિરંજન શાહ સ્ટેડિયમમાં 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાવામાં આવી રહી છે. આ તમામ વચ્ચે ચેતેશ્વર પૂજારાએ કોઈ વિચારી ના શકે તેવી ઈનિંગ રમી છે.
શાનદાર ઈનિંગ
ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીની આ સિઝનમાં જોરદાર ઈનિંગ રમી છે. જેના કારણે દરેક લોકોનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે. આ વર્ષે પૂજારાએ રણજીમાં 243*, 49, 43, 43, 66, 91, 3, 0, 110, 25 અને 108 રનની ઇનિંગ્સ રમી છે. ઉલ્લેખનીય છે કે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીયોમાં પૂજારાએ ત્રીજું સ્થાનુ મેળવી લીધું છે. સચિન તેંડુલકર 81-81 સદી સાથે પ્રથમ ક્રમે છે. રાજકોટમાં રમાઈ રહેલી મેચમાં તેણે 102 બોલમાં સદી ફટકારી દીધી હતી. જેમાં તે 108 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ તેણે 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
પૂજારા ટીમ ઈન્ડિયાનો ભાગ
ચેતેશ્વર પૂજારા છેલ્લા ઘણાં સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. છેલ્લી મેચ જૂન 2023માં તેણે રમી હતી. જેમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી હતી. પરંતુ આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારવાનો વારો આવ્યો હતો. ત્યારબાદથી પૂજારા ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. પરંતુ આ મેચમાં તેણે સદી ફટકારતા દરેક ચાહકોનું ધ્યાન તેના તરફ ગયું હતું.
ક્રિકેટર માઇલ પ્રોક્ટરનું નિધન
ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીનું અવસાન થયું છે. આ સમાચાર સામે આવતાની સાથે ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ખેલાડીએ વર્ષ 2002થી 2008 વચ્ચે ICC મેચ રેફરી તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેઓએ દક્ષિણ આફ્રિકાની ટીમનો મુખ્ય કોચ પણ બની ચૂક્યો છે. માઈક પ્રોક્ટરે દક્ષિણ આફ્રિકાના ડરબનમાં તેમના ઘર નજીકની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. શનિવારે મોડી રાત્રે તેમના અવસાનના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ તેમની પત્ની મરિનાએ આ વાતની પુષ્ટિ કરી હતી.