December 23, 2024

રામ મંદિરને લઈને જેમને વિરોધ હતો તે પણ બોલે છે ‘જય સિયારામ’

હરિયાણા: આજે રેવાડીમાં પીએમ મોદીએ જનસભામાં રામ મંદિરને લઈને એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે જે લોકો ક્યારેય ઇચ્છતા ન હતા કે અયોધ્યામાં રામ મંદિર બને તેઓ પણ હવે જય સિયારામ બોલવા લાગ્યા છે.

રેવાડીમાં વિવિધ વિકાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના રેવાડીના પ્રવાસ પર હતા. આ સમયે મોદીએ વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયે મોદીએ કહ્યું કે 2013માં જ્યારે ભાજપે મને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યો ત્યારે મારો પહેલો કાર્યક્રમ જ કાર્યક્રમ રેવાડીમાં જ થયો હતો. તમારા આશીર્વાદથી આ સાકાર થયું છે. ત્યારે આજે હું ફરી વાર રેવાડી આવ્યો છું.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને
આ સમયે પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની ઈચ્છા હતી કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને પરંતુ કોંગ્રેસના લોકો રામને કાલ્પનિક કહેતા હતા. તેમની ઈચ્છા ના હતી કે રામ મંદિર બને. મોદીએ આ શબ્દો પર ભાર મૂકતા કહ્યું કે તેઓ જેને કલ્પના કહેતા હતા તે હવે જય સિયા રામના નારા લગાવવા લાગ્યા છે. કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. આજે એવો સમય આવી ગયો છે કે કોંગ્રેસમાં કોઈ રહેવા માંગતું નથી. આજે કોંગ્રેસની હાલત કફોડી જોવા મળી રહી છે.

દરેક ખૂણેથી શુભકામનાઓ
આ સમયે તેઓએ પોતાના UAE પ્રવાસના અનુભવને શેર કરતા કહ્યું કે ભારતને દરેક ખૂણેથી શુભકામનાઓ મળે છે.આ સન્માન માત્ર મોદીનું નથી, તે સન્માન ભારતીયોનું છે અને તમારા બધાનું પણ છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવા માટે મને તમારા આશીર્વાદની જરૂર છે.વડાપ્રધાને કહ્યું કે વિકસિત ભારત બનાવવા માટે હરિયાણા માટે વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. જ્યારે મોટી અને સારી હોસ્પિટલ હશે ત્યારે જ હરિયાણાનો વિકાસ થશે. આજકાલ મને દરેક જગ્યાએ આવા પવિત્ર કાર્ય સાથે જોડાયેલા રહેવાની તક મળે છે. આ રામજીની કૃપા છે.