January 28, 2025

ચાઈનીઝ છોકરીઓને પસંદ છે AI ‘બોયફ્રેન્ડ’

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં AI પર ઘણું કામ થઈ રહ્યું છે. જ્યાં લોકોને ડર હતો કે AI તેમની નોકરીઓ નષ્ટ કરી દેશે. ત્યાં હવે લોકોને AI પસંદ આવવા લાગ્યું છે. કારણ કે AI ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડનો વ્યાપ વધી રહ્યો છે. કારણ કે AI પાર્ટનર્સ વાત કરવા માટે ઓફર કરે છે. જેના કારણે તેવી એપ્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેમાં AI ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે.

ચાઈનીઝ છોકરીઓને પસંદ
AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આવ્યા પછી, લોકોને નોકરી ગુમાવવાનો ડર હતો. પરંતુ હવે એવું લાગે છે આ દરેક જગ્યા પર પોતાની ભાગીદારી કરશે અને પોતાની જગ્યા બનાવીને રહેશે. 25 વર્ષની ચાઈનીઝ મહિલા તુફેઈનું આ વિશે કહેવું છે કે તેના બોયફ્રેન્ડ પાસે તેને જોઈતી દરેક વસ્તુ છે. તેનું કહેવું છે કે તેનો બોયફ્રેન્ડ ખુબ દયાળું છે. તેની સાથે કલાકો સુધી વાત કરે છે અને તેના માટે સહાનુભૂતિ રાખે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેનો બોયફ્રેન્ડ વાસ્તવિક નથી પરંતુ તેનો બોયફ્રેન્ડ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે ચેટ બોક્સ છે. જે ગ્લો નામની એપ પર હાજર છે. જે ચાઈનીઝ છોકરીઓને પસંદ આવી રહ્યું છે.

વિવાદમાં આવ્યા સામે
આ AI પ્લેટફોર્મ શાંઘાઈ સ્ટાર્ટ-અપ MiniMax દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ચીનમાં આવા સ્ટાર્ટઅપ્સની સંખ્યા ઝડપથી વધી રહી છે, જે મનુષ્ય અને રોબોટ વચ્ચેના રોમેન્ટિક સંબંધો પર કામ કરી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ દિવસના હજારો લોકો આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં સૌથી વધારે ચીનમાં આ એપને વધુમાં ડાઉનલોડ કરવામાં આવે છે. ચીનની સાથે દુનિયાના દરેક દેશમાં તેનું પ્રમાણ વધી રહ્યું છે. AI બોટ પ્લેટફોર્મ Replika AI છે, જેને Luka Inc દ્વારા વિકસાવવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો AI બૉટો સાથે વાતચીત કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આ પ્લેટફોર્મ ઘણી વાર વિવાદમાં આવી ગયું છે અને હજુ પણ વિવાદો સામે આવી રહ્યા છે.