December 17, 2024

PSLમાં અચાનક આ ટીમનો કેપ્ટન બદલાયો, કોને મળી જવાબદારી

PSL 2024: પાકિસ્તાન સુપર લીગ 2024 પહેલા એક ટીમે તેના નવા કેપ્ટનના નામની જાહેરાત કરી છે. આ લીગ 17 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.પાકિસ્તાન સુપર લીગ 2024ની 17 ફેબ્રુઆરીથી શરૂઆત થવાની છે. આ ક્રિકેટ લીગ 18 માર્ચ સુધી રમાશે. જે પાકિસ્તાનના ચાર શહેરોમાં યોજાશે. એક માહિતી અનુસાર આ ટુર્નામેન્ટનું આયોજન રાવલપિંડી, મુલતાન, લાહોર અને કરાચીમાં કરવામાં આવશે. હજુ આ લીગની શરૂઆત પણ થઈ નથી એ પહેલા એક કેપ્ટનના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.

આ ટીમનો કેપ્ટન બદલાયો
પાકિસ્તાન સુપર લીગની આગામી સિઝન પહેલા જ એક ટીમના કેપ્ટનની જાહેરાત કરી દેવામાં આવી છે. ક્વેટા ગ્લેડીયેટર્સે તેના નવા કેપ્ટનના નામની જાહેરાત કરી છે. ક્વેટા ગ્લેડીયેટર્સે સરફરાઝ અહેમદના સ્થાને રિલે રોસોઉને તેમની ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સરફરાઝ અહેમદની વાત કરવામાં આવે તો છેલ્લા 8 વર્ષથી પાકિસ્તાન સુપર લીગમાં કેપ્ટન તરીકે રમી રહ્યો હતો. વાઇસ કેપ્ટનની વાત કરવામાં આવે તો સઈદ શકીલને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

પહેલીવાર કેપ્ટન
રિલે રોસોઉની વાત કરવામાં આવે તો તેણે ક્યારેય પ્રોફેશનલ T20 મેચમાં કેપ્ટનશિપ આજદિન સુધી કરી નથી. જેના કારણે આ વખતે તે પહેલી વખત કેપ્ટન તરીકે જોવા મળશે. તે પ્રથમ વખત કેપ્ટન તરીકે રમતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સુપર લીગમાં રિલે રોસોઉ રન આજદિન સુધી કોઈ પણ વિદેશી ખેલાડીએ બનાવ્યા નથી. PSL 2024 માટે ક્વેટા ગ્લેડીયેટર્સની ટીમની વાત કરવામાં આવે તો તેમાં રિલે રોસોવ, મોહમ્મદ વસીમ જુનિયર, જેસન રોય, વાનિન્દુ હસરાંગા, સરફરાઝ અહેમદ, અબરાર અહેમદ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ અમીર, વિલ સમીદ (સિલ્વર) સઈદ શકીલ, સજ્જાદ અલી, ઉસ્માન કાદિર, આદિલ નાઝ, ખ્વાજા નફે, અકીલ હોસેન, સોહેલ ખાન, ઓમેર યુસુફ, શેરફેન રધરફોર્ડ, બિસ્મિલ્લાહ ખાન, સુફિયાન મુકીમનો સમાવેશ થાય છે.

વીજળી પડતા ખેલાડીનું મોત
ઈન્ડોનેશિયાથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ઈન્ડોનેશિયાના બાંડુંગમાં ફૂટબોલ (Football) મેચ દરમિયાન વીજળી પડતા એક ખેલાડીનું મોત થયું હતું. ખરાબ હવામાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં અચાનક આ ખેલાડીના માથા પર વીજળી પડી હતી. આ ઘટના બાદ હોસ્પિટલમાં લઈ જતી વખતે ખેલાડીનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.