કર્નલ સોફિયા કુરેશી પર શિખર ધવનની પોસ્ટ વાયરલ, કહી આ વાત

Shikhar dhawan on sophia qureshi: પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધતો જોવા મળ્યો હતો. આ વચ્ચે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને કર્નલ સોફિયા કુરેશીની પ્રશંસા કરતી પોસ્ટ કરી છે. આવો જાણીએ કે શિખર ધવને કર્નલ સોફિયા કુરેશીની શું કર્યા વખાણ.

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર થશે, આવતીકાલે થશે ખાસ આ બેઠક

શિખર ધવને શું લખ્યું પોસ્ટમાં
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને કર્નલ સોફિયા કુરેશીના પોસ્ટ કરીને વખાણ કર્યા છે. શિખર ધવને લખ્યું કે તે બધા ભારતીય મુસ્લિમોને પણ સલામ કરી જેમણે બહાદુરીથી લડ્યા. ‘ઓપરેશન સિંદૂર’ પછી સોફિયા ચર્ચામાં આવી હતી. “ભારતનો આત્મા તેની એકતામાં રહેલો છે. કર્નલ સોફિયા કુરેશી જેવા નાયકો અને દેશ માટે બહાદુરીથી લડનારા અને આપણે શું છીએ તે દર્શાવનારા અસંખ્ય ભારતીય મુસ્લિમોને સલામ. જય હિંદ!