અમરેલી જિલ્લામાં 16મી વખત સિંહની વસ્તી ગણતરી શરૂ કરાઈ

દશરથસિંહ રાઠોડ, અમરેલી: જિલ્લામાં દેશની શાન ગણાતા સાવજોની 16મી વખત સિંહવસ્તી ગણતરી શરૂ કરાઈ છે અમરેલી સહિત કુલ 11 જિલ્લા સહિત 58 તાલુકાના 35 હજાર ચો. કિમિ.વિસ્તારમાં ડાયરેકટ બીટ વેરીફેકેશન પદ્ધતીથી કરવામાં આવી રહી છે. પ્રથમ બે દિવસ પ્રાથમિક સિંહ ગણતરી બાદ ફાઈનલ સિંહ ગણતરી હાથ ધરાશે. બૃહદ ગીર અને દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં CCF સહિત ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા સિંહોની એક એક ચિહ્નો પણ નોંધાયા.

દેશની શાન ગણાતા સાવજોની વર્ષ 2015 બાદ 10 વર્ષ પછી સિંહોની વસ્તીગણતરી શરૂ કરવામાં આવી છે કોરોના કાળ બાદ લાંબા સમયથી માત્ર પૂનમ અવલોકન ગણતરી માન્ય રાખવામાં આવી હતી આ ગણતરી બાદ હવે વર્ષ 2025માં સિંહોની સત્તાવાર રીતે સિંહવસ્તીગણતરી ચાલી રહી છે જેમા અમરેલી જિલ્લામા ખાંભા, ધારી ગીર જંગલ અને રેવન્યુ વિસ્તાર અને દરિયાકાંઠામાં સિંહોની સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં છે આ વિસ્તારમાં ગ્રુપ સાથે સિંહો વાંરવાર જોવા મળે છે અહીં વસ્તીગણતરીમાં ન્યૂઝ કેપીટલની ટીમ પહોંચી સિંહોની વસ્તીગણતરી કેવી રીતે કરવામાં આવી રહી છે.

વનવિભાગના અધિકારીઓ સિંહપ્રેમીઓ મહિલાઓ સાથે વાતચીત કરી સિંહોની ગણતરી અંગે જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો. 3 દાયકા કરતા પણ વધુ સમયથી અમલી પદ્ધતિ જંગલો ઘાસના મેદાનો દરિયાકાંઠાના વિસ્તારો રેવન્યુ વિસ્તારમાં વધુ સિંહોની વાતાવરણ અનુકૂળ આવી રહ્યું છે ઠંડો પ્રદેશ દરિયાઈ બેલ્ટ સૌવથી વધુ સિંહોએ આ વિસ્તાર પસંદ કરી રહ્યા છે માનવ વસાહત વચ્ચે સિંહોએ રીતસર નવું જગલ ઉભું કર્યું છે.હાલમા વનવિભાગ દ્વારા ફિલ્ડમાં સમગ્ર વિસ્તારને રિજીયન,ઝોન,સબઝોન જોબ શ્રીણીબધી એકમોમાં વિભાગજીત કરીને રિજિનલ ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ ગણતરીકારો મદદનિષ ગણતરીકારો નિરક્ષકો સહિત સ્વયંમ સેવકો દ્વારા સિહોની વસ્તીગણતરી કરવામાં આવશે સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત્ર પત્રકો અને તેમના સોપાયેલા વિસ્તારોના નકશા આપવામાં આવશે. આ પત્રકોમાં અવલોકનનો સમય હિલચાલની દિશા લિંગ ઉંમર શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિહ્નો જીપીએસ લોકેશન ગ્રુપ કંપોઝીશન નોંધવામાં આવે છે.

ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તીગણતરી કરવામાં આવે છે જે અંતર્ગત સેશિયાઈ સિંહનો 16મો વસ્તી તારીખ 10 થી 11 મેં આખરી વસ્તી તારીખ 12થી 13મેના રોજ હાથ ધરવામાં આવશે અમરેલી સહિત કુલ 11 જિલ્લા સહિત 58 તાલુકાના 35 હજાર ચો. કિમિ.વિસ્તારમાં ડાયરેકટ બીટ વેરીફેકેશન પદ્ધતીથી કરવામાં આવી રહી છે.સૌવથી વધુ સિંહોની સંખ્યા જંગલની કરતા રેવન્યુ વિસ્તારમાં અમરેલી જિલ્લામાં સિંહો માનવ વસાહત વચ્ચે ફરી રહ્યા છે.ઉપરાંત સિંહોની ગણતરીમાં રાજય સરકાર અને વનવિભાગ દ્વારા સ્થાનિક લોકો પર્યાવરણ પ્રેમીઓ એનજીઓ સિંહપ્રેમીઓ ગ્રામીણ વિસ્તારના સરપંચો સહિત સ્થાનિક લોકો મહિલાઓ પણ અલગ અલગ રેન્જ વાઇઝ સામેથી ઉત્સાહ પૂર્વક જોડાય છે.

વનવિભાગને સિંહની વસ્તીગણતરી કરવી તે જંગલ ગીર બાદ કરતાં રેવન્યુ વિસ્તારમાં ઘણી પડકાર હોય છે અહીં સિંહોની અવર જવર અલગ અલગ વિસ્તારમાં હોય છે સિંહો સતત હર્તા ફરતા રહેતા હોવાને કારણે ઘણાઅંશે મુશ્કેલી પણ સર્જાય છે તેમ છતાં રાત દિવસ સિંહોની વસ્તીગણતરી હાથ ધરવામાં આવી રહી છે અમે તમને અમરેલી જિલ્લામાં આવેલ રેવન્યુ વિસ્તારમાં સિંહો બિન્દાજ રાત દિવસ ફરી રહ્યા છે એક અલગ રીતે ટેરેટેરી સાવજોએ અહી બનાવી છે.

ગીરમાં સિંહની વસ્તી ગણતરીનો ઇતિહાસ
સિંહોની વસ્તીગણતરી કરવા માટે 1936માં જુનાગઢ રાજય દ્વારા કરબમાં આવી હતી ત્યારથી લઈ વર્ષ 2015 સુધી સિંહોની વસ્તીગણતરી કરવામાં આવી હતી દર 5 વર્ષે સિંહ વસ્તીગણતરી કરવામાં આવે છે પરંતુ કોરોના કારણે 5 વર્ષથી નોહતી કરાય હવે વર્ષ 2025માં ફરીવાર સિંહગણતરી હાથ ધરવામાં આવી છે વર્ષ 2020માં પૂનમ અવલોકન ગણતરી પ્રમાણે છેલ્લે સિંહોની સંખ્યા 674 જેટલી નોંધાય હતી હવે આગામી દિવસોમાં ગણતરી બાદ રાજય સરકાર આંકડો જાહેર કરે તે 900 સુધી પોહચવાની શકયતા ઉપરાંત અમરેલી ટોપ પર આવી શકે છે.