‘મરુસ્થળમાં મંદિર’ બનાવવાથી UAEમાં ભારતીય પ્રવાસીઓ વધશે
અમદાવાદઃ અબુ ધાબીમાં બનનારા મંદિરને કારણે UAEમાં ભારતીય મુલાકાતીઓની ભીડ વધશે તે નક્કી છે. વર્ષ 1997માં તત્કાલિન BAPSના વડા પ્રમુખ સ્વામી મહારાજે મરુસ્થળ પર મંદિર બનાવવાનો વિચાર કર્યો હતો. ત્યારે 14મી ફેબ્રુઆરી, 2024ના દિવસે 26 વર્ષની લાંબી રાહ બાદ આ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. તેને લઈને હરિભક્તો સહિત ભારતીયોમાં ખૂબ જ ઉત્સાહ છે.
અબુ ધાબી એક મુસ્લિમ દેશ છે. જ્યાં હિંદુ ભગવાનની મૂર્તિ કે ફોટો રાખવા ઉપર પણ પ્રતિબંધ હતો. તે જ દેશમાં આજે આખું હિંદુ મંદિર ઊભું થઈ ગયું છે અને એ મંદિરમાં સનાતન ધર્મના દેવી-દેવતાઓની મૂર્તિ સહિત અનેક વિરાસત ઝળહળશે. ત્યારે આ વિરાસતને જોવા માટે દેશ-વિદેશથી લોકો અબુ ધાબી આવશે.
અત્યાર સુધી આ સેલિબ્રિટીએ મુલાકાત લીધી
1. સાધ્વી ભગવતી સરસ્વતીજી – પરમાર્થ નિકેતનના ઇન્ટરનેશનલ ડિરેક્ટર
2. રાજપાલ યાદવ – અભિનેતા
3. આચાર્ય લોકેશ મુનિ – જૈન સંત, ફાઉન્ડર ઓફ અહિંસા વિશ્વ ભારતી
4. સોનાલી કુલકર્ણી – અભિનેત્રી
5. સુનિલ સેટ્ટી – અભિનેતા
6. સંજય દત્ત – અભિનેતા
7. અજય ભટ્ટ – યુનિયન મિનિસ્ટર, સ્ટેટ ડિફેન્સ અને ટુરિઝમ
8. પારસ શાહદાદપુરી – ફાઉન્ડર અને ચેરમેન, નિકાઇ ગ્રુપ
9. હર્ષ સંઘવી – ગુજરાત રાજ્ય ગૃહમંત્રી
10. શાલિની અગ્રવાલ – IAS અધિકારી, ગુજરાત
11. ડૉ. વિજય ચૌથાઈવાલે – ઇનચાર્જ, ફોરેઇન અફેર્સ, ભાજપ
12. રમેશ દવે – ઇસ્કોન કોમ્યુનિટી
13. રીમા મહાજન – ફાઉન્ડક, ઇન્ડિયન વુમન ઇન દુબઈ
14. વિવેક ઓબેરોય – અભિનેતા
15. જિતેન્દ્ર વૈદ્ય – ઇન્ડિયન પીપલ્સ ફોરમ – UAE
16. માર્ટિના સ્ટ્રોન્ગ – યુએસ એમ્બેસેડર, UAE
17. ડૉ. પલ્લવી બર્ટાકે – ચીફ કોએર્ડિનેટર, ગ્રંથ તુમચ્યા ડારી, UAE
આ તમામ સેલિબ્રિટીઓએ આ મંદિર બનતું હતું ત્યારે મુલાકાત લીધી હતી.
BAPSના મંદિરો અન્ય કરતાં અલગ
ઉલ્લેખનીય છે કે, BAPS દ્વારા બનાવવામાં આવતા મંદિરો અન્ય મંદિરો કરતાં અલગ હોય છે. તેમના મંદિરોની ભવ્યતા, કોતરણીકામ અને સગવડતા અન્ય મંદિરો કરતાં વધુ હોય છે. ત્યારે અબુ ધાબી હિંદુ લોકોનું પ્રવાસ કેન્દ્ર બની શકે છે. તાજેતરમાં જ અમેરિકાના ન્યૂ જર્સીમાં અક્ષરધામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.