December 20, 2024

આન્દ્રે રસેલ અને રધરફોર્ડની પાર્ટનરશીપે કરી કમાલ, તોડ્યો મોટો રેકોર્ડ

અમદાવાદ: ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. જેમાં આન્દ્રે રસેલ અને શેરફેન રધરફોર્ડ રેકોર્ડ બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બે મેચ જીતીને શ્રેણી પર કબજો જમાવ્યો હતો. આ બંને બેટ્સમેનોએ નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.

પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું
ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી મેચ શરૂ થઈ ગઈ હતી. તે સમયે કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરવાનું નક્કી કર્યું હતું. તમને જણાવી દઈએ કે જોન્સન ચાર્લ્સ માત્ર ચાર રન બનાવીને અને કાયલ મેયર્સ 11 રન બનાવીને આઉટ થતા જોવા મળ્યા હતા. જેના કારણે ટીમ ઉપર જાણે સંકટના વાદળો હોય તેવું જોવા મળ્યું હતું. ટીમે માત્ર 17 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. મહત્વની વાત એ છે કે ટીમે 79 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. મેચની મજા તો ત્યારે જામી કે જયારે એક બાજુ આન્દ્રે રસેલે આવ્યા અને બીજી બાજૂ શેરફેન રધરફોર્ડ  આવ્યા હતા. બંનેએ આવીને ધમાલ મચાવી દીધી હતી.

મોટી ભાગીદારી
આ બંનેએ સાથે મળીને મોટી ભાગીદારી કરી છે. આવું એક વાર નહીં પરંતુ ત્રીજી વખત આવું બન્યું છે. જયારે છઠ્ઠી વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી કરવામાં આવી છે. વર્ષ 2010માં આવી જ રીતે ભાગીદારી જોવા મળી હતી. 2010માં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના માઈકલ હેન્સી અને કેમરોન વ્હાઈટે શ્રીલંકા સામે છઠ્ઠી વિકેટ માટે અણનમ 101 રન કર્યા હતા. વર્ષ 2022માં સિંગાપોર સામે મળીને 115 રનની ભાગીદારી કરી હતી. હવે આ રેકોર્ડ ફરી બન્યો છે. શેરફેન રદરફોર્ડ અને આન્દ્રે રસેલ વચ્ચે આજે 139 રનની ભાગીદારી થઈ હતી. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સામે આ પ્રથમ વખત બન્યું છે. કે આટલા નીચલા ક્રમના બેટ્સમેનોએ મળીને 100થી વધુ રન બનાવ્યા હોય.