એશિયા કપ 2025 રદ થઈ શકે છે, મોટું કારણ આવ્યું બહાર

Asia Cup 2025: હાલમાં ભારતમાં IPL 2025નો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPL પછી, ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. આ પછી એશિયા કપ 2025 શરૂ થવા જઈ રહ્યો છે. જોકે હવે આ ટુર્નામેન્ટ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ટુર્નામેન્ટ રદ થઈ શકે છે, જેનું મુખ્ય કારણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: શું શુભમન ગિલ SRH સામેની મેચ રમશે? ઈજા અંગે આવી મોટી અપડેટ

એશિયા કપ 2025 રદ થઈ શકે છે
ભારત અને પાકિસ્તાન સિવાય અન્ય એશિયન દેશો એશિયા કપ 2025 માં ભાગ લેશે. એક મીડિયાના અહેવાલ પ્રમાણે પહેલગામ આતંકવાદી હુમલા પછી એશિયા કપ 2025 રદ થઈ શકે છે. ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ પણ કેન્સલ કરવામાં આવી શકે છે. હેલગામ આતંકવાદી હુમલા બાદ, બાંગ્લાદેશ પ્રવાસ અને એશિયા કપ 2025 પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લેવા માટે પાકિસ્તાન ગઈ ન હતી. ભારતીય ક્રિકેટ ટીમ 2008 થી પાકિસ્તાનની મુલાકાતે ગઈ નથી.