IPL 2025માં રોબોટ કૂતરાનું નામ ‘ચંપક’ રાખવા બદલ BCCIને હાઈકોર્ટની નોટિસ

Champak Robot Dog in IPL 2025: આ વખતની આઈપીએલની સિઝનમાં રોબોટ ડોગ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ટોસ જે દરમિયાન કરવામાં આવે છે તે સમયે આ રોબોટ જોવા મળે છે. આ રોબોટનું નામ ચંપક રાખવામાં આવ્યું છે. ચંપક નામ રાખવાના કારણે BCCI ને હાઇકોર્ટ તરફથી નોટિસ મળી છે. જાણો સમગ્ર મામલો.
આ પણ વાંચો: ICC ટુર્નામેન્ટ અંગે મોટો નિર્ણય, આ સ્ટેડિયમમાં ફાઇનલ રમાશે
રોબોટ કૂતરાનું નામ ચંપક રાખવા બદલ BCCI ને કેમ નોટિસ મળી?
એક રિપોટ પ્રમાણે BCCI એ રોબોટ કૂતરાને ચંપક કહીને તેના રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કર્યું છે. જસ્ટિસ સૌરભ બેનર્જીએ દાખલ કરાયેલા કેસ પર નોટિસ જારી કરવામાં આવી છે. આ અંગે આગામી સુનાવણી 9 જુલાઈના રોજ કોર્ટમાં થશે. “મારું મેગેઝિન પ્રાણીઓના પાત્રો માટે જાણીતું છે. ગુપ્તાએ દલીલ કરી હતી કે ઉત્પાદનની જાહેરાત અને માર્કેટિંગ વ્યાપારી શોષણ બતાવવા માટે પૂરતું છે.