મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, આ મેચ વિનર ખેલાડી ‘આઉટ’

Vignesh Puthur: મુંબઈ ઈન્ડિયન્સને IPL 2025 સિઝનમાં મોટો ઝટકો લાગ્યો છે. આ ઝટકો વિગ્નેશ પુથુરના રૂપમાં લાગ્યો છે. ઈજાને કારણે તે આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. આ વિગ્નેશ પુથુરની પહેલી IPL સિઝન હતી. તેના શાનદાર પ્રદર્શનથી તેણે બધાને પ્રભાવિત કર્યા હતા. બીજી બાજૂ વિગ્નેશ પુથુર બહાર થયા બાદ તેના સ્થાને રિપ્લેસમેન્ટ ખેલાડીનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: RR vs MI: જયપુરમાં ફરી રનનો વરસાદ થશે કે બોલરોનો જાદુ ચાલશે? જાણો પિચ રિપોર્ટ

વિગ્નેશની જગ્યાએ આ ખેલાડીનો સમાવેશ
વિગ્નેશ પુથુરની બહાર થતાંની સાથે હવે બીજા ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે. તેની જગ્યાએ ​​રઘુ શર્માને તેમની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. રઘુએ પંજાબ અને પુડુચેરી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો છે. રઘુએ અત્યાર સુધીમાં ત્રણ T20 મેચ રમી છે. મુંબઈ ઈન્ડિયન્સે તેને 30 લાખ રૂપિયા પર પોતાની ટીમનો ભાગ બનાવી દીધો છે. મુંબઈનો સામનો આજે રાજસ્થાનની ટીમ સામે છે. વિગ્નેશે 5 મેચ રમી જેમાં તેણે 6 વિકેટ લીધી હતી.