અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો, આવતીકાલથી ભાવ વધારો અમલ

આણંદ: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરાયો છે. અમૂલ સ્ટાન્ડર્ડ, અમૂલ બફેલો અમૂલ ગોલ્ડ, અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ અમૂલ ટી સ્પેસ્યલ, અમૂલ તાજા અને અમૂલ ગાયના દૂધના ભાવમાં વધારો કરાયો છે. ત્યારે આવતીકાલે સવારથી દૂધમાં આ ભાવ વધારો અમલમાં આવશે.

અમૂલના વિવિધ દૂધના જૂના અને નવા ભાવ

  • અમૂલ સ્ટાન્ડર્ડ 500 મિલી. જૂની કિંમત 30 રૂ।. નવી કિંમત 31 રૂ।.
  • અમૂલ બફેલો દૂધ 500 મિલી જૂની કિંમત 36 રૂ।. નવી કિંમત 37 રૂ।.
  • અમૂલ ગોલ્ડ દુધ 500 મિલી જૂની કિંમત 33 રૂ।. નવી કિંમત 34 રૂ।.
  • અમૂલ ગોલ્ડ દુધ 1 લીટર જૂની કિંમત 65 રૂ।. નવી કિંમત 67 રૂ।.
  • અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ 500 મિલી. જૂની કિંમત 24 રૂ।. નવી કિંમત 25 રૂ।.
  • અમૂલ ટી સ્પેસ્યલ 500 મિલી જૂની કિંમત 31 રૂ।. નવી કિંમત 32 રૂ।.
  • અમૂલ તાજા દૂધ 500 મિલી જૂની કિંમત 27 રૂ।. નવી કિંમત 28 રૂ।.
  • અમૂલ તાજા દુધ 1 લીટર જૂની કિંમત 53 રૂ।. નવી કિંમત 55 રૂ।.
  • અમૂલ ગાય દુધ 500 મિલી જૂની કિંમત 28 રૂ।. નવી કિંમત 29 રૂ।.