આત્રેય ઓર્ચિડની આગમાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાનું મોત, 4 લોકો સારવાર હેઠળ

અમદાવાદઃ એરપોર્ટ રોડ પર આવેલા આત્રેય ઓર્ચિડની આગમાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાનું મોત નીપજ્યું છે. વિનીતા રામચંદાની નામની 52 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન અંતિમ શ્વાસ લીધા.
મહત્વનું છે કે, આત્રેય ઓર્ચિડમાં લાગેલી આગમાં 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 જેટલા ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
27 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું
આત્રેય એપાર્ટમેન્ટમાં આગ લાગતા અંદર ફસાયેલા 27 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જેમાં 5 વ્યક્તિઓએ જીવ બચાવવા કૂદકો માર્યો હતો. જો કે, મહામહેનતે ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્ત ત્રણ લોકોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.