LIVE: ડિમોલિશનની કામગીરી 50-60 ટકા સુધી પૂર્ણ, 50 ટીમ કામગીરીમાં જોડાઈ

Ahmedabad Chandola Lake Mega Demolition: ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ દેશનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદમાં રાજ્ય સરકારે ‘ઓપરેશન ક્લિન’ હાથ ધર્યું છે. તેનાથી વર્ષોથી ગૂંચવાયેલા પ્રશ્નનો અંત આવશે.
વહેલી સવારથી અમદાવાદનું મિની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવમાં દાદાનું બુલડોઝર ફરી વળશે. બાંગ્લાદેશી ઘુસણખોરો વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
LIVE Updates:
- અમદાવાદ ચંડોળા તળાવ પાસે ડિમોલેશનની કામગીરી 50-60 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. હાલ સુધી સાત ઝોનની 50 ટીમ હાલ કામગીરીમાં છે. જ્યાં સુધી કામગીરી પૂર્ણ નહી થાય ત્યાં સુધી ડિમોલિશનની કામગીરી ચાલશે.
- રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ચંડોળા તળાવની મુલાકાતે પહોંચ્યા.
Justice served! Gujarat HC rejects Congress sympathizers’ petition against govt’s action on illegal migrants. Their agenda to protect Bangladeshis/Pakistanis has been foiled.
— Harsh Sanghavi (@sanghaviharsh) April 29, 2025
- ગુજરાત હાઇકોર્ટે ઘૂસણખોરોની અરજી ફગાવી, ‘ઓપરેશન ક્લિન’ યથાવત રહેશે.
- અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાલા પઠાણ અને ફતેહ મોહમ્મદની ધરપકડ કરવામાં આવી.
- પોલીસે મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારીની 20 વૈભવી કાર, 200 રિક્ષા, ઘોડા સહિતની વસ્તુઓ જપ્ત કરી.
- લલ્લુ બિહારી અંગે CPનું નિવેદન – પોલીસે 300 રિક્ષા, ગેરકાયદેસર ભાડા કરાર, ખોટા દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા. ખોટું ફાર્મહાઉસ, દેહવ્યાપારનો ધંધો કરતો હતો. આ ઉપરાંત દોઢથી 2 લાખમાં ઝૂંપડા વેચતો હતો.
- પોલીસ કમિશનર જીએસ મલિકે ડિમોલિશનવાળા ઘટનાસ્થળની મુલાકાત લીધી.

- સવારે 10 વાગ્યા સુધીમાં 2000થી વધુ ગેરકાયદેસર મકાનો-ઝૂંપડા ધ્વસ્ત કર્યા.
- ચંડોળામાં સવારે 9 વાગ્યા સુધીમાં 1000થી વધુ ગેરકાયદેસર મકાનો-ઝૂંપડા ધ્વસ્ત કર્યા.
- 4 ટીમ દ્વારા ઓપરેશન ક્લિન ચંડોળાની કામગીરી ચાલુ છે.
- મેગા ડિમોલિશનની કામગીરીમાં મોટા પ્રમાણમાં દેશી દારૂની પોટલીઓ મળી આવી.
- બડા ચંડોળા, શાહઆલમ, નવાબનગર અને ફુલગીરીના છાપરાના રહેવાસીઓ દ્વારા અરજી કરવામાં આવી.
- કોઈપણ પ્રકારની નોટિસ વગર કાર્યવાહી કરીઃ સ્થાનિકો
- ચંડોળા તળાવ વિસ્તારના 18 રહીશોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં.
- હાલ મેગા ડિમોલિશનની પ્રકિયા ચાલુ કરવામાં આવી રહી છે.
ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા રિસોર્ટ અને ઝૂંપડપટ્ટીઓ તોડી પડાશે. મોટી સંખ્યામાં પોલીસ કાફલા અને AMCના અધિકારીઓ હાજર રહેશે. અધિકારીઓની હાજરીમાં ઓપરેશન ક્લિનની શરૂઆત થશે. ઓપરેશન ક્લિન માટે 100 જેટલા JCB અને ટ્રકો પહોંચ્યા છે. ગઈકાલે પોલીસ કમિશનર જીએસ મલિકે ચંડોળા તળાવની મુલાકાત લીધી હતી. ગઈકાલે ટોરેન્ટ દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. અત્યાર સુધીની કાર્યવાહીમાં 105થી વધુ ઘુસણખોર બાંગ્લાદેશીઓ હોવાની પુષ્ટિ થઈ છે.