યાત્રાધામ અંબાજીની સુરક્ષા અને સલામતીના 5 મુદ્દાઓને લઈ ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

બનાસકાંઠા: કાશ્મીરના પહલગામમાં ધર્મ પૂછીને નિર્દોષ લોકોની હત્યાકાંડના પગલે આજે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સ્વયંભૂ બંધ રહ્યું અને ગામજનો દ્વારા જિલ્લા કલેકDટરને સંબોધિ યાત્રાધામ અંબાજીની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી 5 મોટી સમસ્યા લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
હાલમાં જમ્મુ-કશ્મીરમાં આંતકવાદીઓ મારફતે પેલગામ ખાતે હિન્દુ પ્રવાસીઓને ધર્મ પુછીને બંદુકની અણીએ જાહેરમાં ગોળી મારીને કરપીણ હત્યા કરેલ છે, જેના ઘેરા અને ઉગ્ર પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે. હિન્દુ ધર્મના લોકોની શાંતિ અને સલામતી વિધર્મી લોકોએ સમગ્ર દેશમાં ડહોળવાનું ખૂબ જ મોટું ષડયંત્ર રચેલ હોઈ સમસ્ત હિંદુ સમાજ માટે ભારે આઘાત અને ડર ફેલાયેલ છે.
જેથી યાત્રાધામ અંબાજી પણ એક વિશ્વવિખ્યાત અને પ્રખ્યાત તીર્થ સ્થાન હોઈ અંબાજી આ પવિત્ર અને ધાર્મિક તીર્થ સ્થાન ઉપર વિધર્મી લોકો પોતાનો કબજો અને વર્ચસ્વ જાળવી રાખવા માટે યાત્રાધામ અંબાજી તીર્થસ્થાન ઉપર તેમજ તેની આજુબાજુમાં આવેલ સરકારી જમીન ઉપર તરાપ મારવાની પેરવીઓ કરી રહ્યા છે અને અંબાજી આજુબાજુના વિસ્તારમાં ગેરકાયદેસર વિધર્મીઓ પોતાની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો કરતા હોવાનું ધ્યાને આવેલા છે. જેના કારણે યાત્રાધામ અંબાજીની પવિત્રતા અને ગરીમા જળવાઈ રહે તે માટે આજે અંબાજી ખાતે સમસ્ત ગ્રામજનોએ સ્વયંભૂ પોતાનો વેપાર-ધંધો બંધ રાખી સાથે મળીને જાહેર સભાનું આયોજન કરીને સર્વે ગ્રામજનોએ 5 જેવા ઠરાવોને જેમાં સર્વાનુમતે અમલમાં મૂકી યાત્રાધામ અંબાજી તેમજ આજુબાજુના તમામ ગામોના સર્વે હિન્દુ ધર્મના તમામ લોકોએ આજે સાથે મળીને મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવીને સર્વે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ દર્શાવેલ હતો. ત્યાર બાદ બાઈક રેલી સાથે યાત્રાધામ અંબાજીની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી પાંચ જેવી મોટી સમસ્યા લઈ અંબાજી પોલીસ ચોકીએ આવેદનપત્ર આપવામાં આવ્યો હતો.
યાત્રાધામ અંબાજીની સુરક્ષા અને સલામતી માટે 5 મુદા..
1. અંબાજીથી 10 કી.મી. આજુબાજુના સંપુર્ણ વિસ્તારને માંસાહાર મુક્ત અને નશામુક્ત એરીયા (શુધ્ધ શાકાહારી) ઝોન જાહેર કરવો જોઈએ.
2. યાત્રાધામ અંબાજી વિકાસ વિસ્તાર મંડળ હદ વિસ્તારમાં ગેરકાયદેસર અને ઘુસણખોરી કરીને ઘુસેલા વિધર્મીઓ મારફતે સરકારી જગ્યા ઉપર મસ્જિદ, કબ્રસ્તાન તેમજ વજુખાના અને અન્ય લઘુમતિ ધાર્મિક ઉપયોગ માટે ગેરકાયદેસર જગ્યાઓ ઉપર દબાણ કરીને કબજો કરેલ હોઈ તેને તાત્કાલિક ધોરણે દુર કરાવવા યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી
3. પવિત્ર યાત્રાધામ અંબાજીની ગરીમા અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી અંબાજી ખાતે બુરખાધારી મહિલાઓ તેમજ ટોપી-દાઢીધારી મૌલવીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદવામાં આવે
4. હાલની સ્થિતિ અને પરિસ્થિતી જોતા ભારત દેશમાં મુસ્લીમ ધર્મમાં બહુપત્નિત્વ કારણે તેમજ સંતતિ નિયમનના અભાવે મુસ્લીમ ધર્મના લોકોની સખ્યામાં આજના સમયે કુદકે અને ભુસકે અનેક ઘણો વધારો થવા પામેલ હોઈ માટે લઘુમતિમાંથી બાકાત ગણવામાં આવે અને તેઓને લઘુમતિ અંગેના સરકારી લાભોથી બહાર કરવામાં આવે.
5. યાત્રાધામ અંબાજીનો મહિમા, ગરીમા અને તેની પવિત્રતા કાયમી જળવાઈ રહે તે માટે અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળ હદ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે અશાંત ધારો લાગુ કરવામાં આવે.