પહલગામ હુમલા બાદ BCCI એક્શનમાં આવ્યું, ICCને લખ્યો પત્ર

Pahalgam Attack BCCI: પહલગામમાં થયેલા હુમલામાં BCCI એક્શન મોડમાં આવી ગયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ICCને પત્ર લખીને બીસીસીઆઈએ આઈસીસીને વિનંતી કરી છે કે આગામી આઈસીસી ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં ન રાખવામાં આવે.

આ પણ વાંચો: અરશદ નદીમને ભારત બોલાવવા બદલ નિરજ થયો ટ્રોલ, X પર પોસ્ટ કરી કહી આ વાત

બીસીસીઆઈએ આઈસીસીને લખ્યો પત્ર
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ BCCI એ એક મોટું પગલું ભર્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ICC ને પત્ર લખીને ભવિષ્યમાં ICC ઇવેન્ટ્સમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં ન રાખવા વિનંતી કરી છે. એક રિપોટ પ્રમાણે બીસીસીઆઈ આઈસીસી ઇવેન્ટ્સમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને ઓછો કરવા માંગે છે. રાજકીય સંબધોને કારણે દ્વિપક્ષીય શ્રેણી લાંબા સમયથી બંધ છે. જો ICC BCCI ની માંગ સ્વીકારે છે, તો પાકિસ્તાનને મોટો ફટકો પડી શકે છે. આ વર્ષે ભારતમાં ICC મહિલા ODI વર્લ્ડ કપ રમાવાનો છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ટકરાતા જોવા મળશે. ICC, BCCI અને PCB વચ્ચેના કરાર મુજબ, પાકિસ્તાનની ટીમ ભારત આવશે નહીં અને તેની મેચ તટસ્થ સ્થળે રમશે.