હિંમતનગર ખાતે પ્રદેશ કોંગ્રેસે નિયુક્ત કરેલા પાંચ સભ્યોના સમિતિની બેઠક મળી

ચિરાગ મેઘા, સાબરકાંઠા: હિંમતનગર ખાતે આજે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત સહિત ભારતભરમાં કોંગ્રેસને મજબૂત કરવા માટેની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લામાં પ્રદેશ કમિટીએ આગેવાનો હોદ્દેદારો પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. સાથોસાથ કોંગ્રેસમાં થઈ રહેલા નવસર્જન મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જોકે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ કેન્દ્ર સરકારની સાથે હોવાનું જણાવ્યું હતું.
સાબરકાંઠા હિંમતનગર ખાતે આજે પ્રદેશ કક્ષાએથી નિયુક્ત થયેલી પાંચ સભ્યોની સમિતિએ મુલાકાત કરી હતી. જેમાં સાબરકાંઠા જિલ્લામાં ચૂંટાયેલા સદસ્યો સહિત પદાધિકારીઓ કાર્યકરો આગેવાનો અને ટેકેદાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસમાં નવસર્જન મામલે AICC દ્વારા નક્કી કરાયેલ કમિટી દ્વારા ગુજરાતના અલગ અલગ 41 જેટલા મોટા શહેરો તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ પાંચ લોકોની બનાવેલી કમિટી તમામ કાર્યકરો સાથે બેઠક કરનાર છે. સાથોસાથ કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો દ્વારા નક્કી કરાયેલા જિલ્લા પ્રમુખની ભાગીદારી અને જવાબદારી અંગે પણ દરેક મહિને રિપોર્ટ લેવાશે. જોકે યોગ્ય લોકોને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવશે.
હાલના સમય જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે નિર્દોષ લોકોની હત્યા મામલે કોંગ્રેસ કેન્દ્ર સરકારની સાથે હોવાનું જણાવ્યું હતું. તેમજ 28 મૃતકો મામલે સંવેદના વ્યક્ત કરી આવનારા સમયમાં દેશહિત માટે જે નિર્ણય લેવાય તેમાં સહયોગી બનવાની વાત કરાઈ હતી.