રાહુલે પોતાની દીકરીની પહેલી તસવીર શેર કરીને નામ જાહેર કર્યું, જાણો નામનો અર્થ

KL Rahul Athiya Shetty Baby Girl: શુક્રવારે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ ચાહકો સાથે મોટી ખુશખબર શેર કરી છે. રાહુલની પત્ની આથિયાએ 24 માર્ચે એક પુત્રીને જન્મ આપ્યો હતો. હવે તેમણે પોતાની પુત્રીનું નામ જાહેર કરી દીધું છે.
આ પણ વાંચો: ગુજરાત ટાઇટન્સની તાકાત થઈ બમણી, ખતરનાક ઓલરાઉન્ડરે ગ્લેન ફિલિપ્સનું સ્થાન લીધું
ઇવારા એટલે ગોડ ગિફ્ટ
રાહુલે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પુત્રી સાથેનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તેની દીકરીની પહેલી ઝલક બતાવી છે. . રાહુલ અને આથિયાએ તેમની દીકરીનું નામ ઈવારા રાખ્યું છે. રાહુલે પોતાની દીકરીના નામનો અર્થ પણ જણાવ્યો છે તેણે કહ્યું કે ઇવારા એટલે ગોડ ગિફ્ટ. રાહુલ અને આથિયાના લગ્ન 2023માં થયા હતા. આ બંને 2019 માં મિત્રો બન્યા. આ મિત્રતા પછી પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. પછી બંનેએ મેરેજ કરવાનો વિચાર કર્યો હતો.