December 19, 2024

Australia vs West Indies: ક્રિકેટના મેદાન પર બની અજીબ ઘટના, એવું તો શું થયું?

Australia vs West Indies 2nd T20I: ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. આ સિરીઝની બીજી મેચ એડિલેડમાં રમવામાં આવી હતી. આ મેચની વાત કરવામાં આવે તો બંને ટીમોએ 200થી વધુ રન બનાવ્યા હતા. જોકે આ સમયે નસીબ ઓસ્ટ્રેલિયાનું જોર કરતું હતું જેના કારણે ઓસ્ટ્રેલિયા 34 રને જીતી ગયું હતું. આ મેચ દરમિયાન એક એવો બનાવ સામે આવ્યો હતો જેમાં દરેક લોકોનું ધ્યાન ત્યાં જ ગયું હતું. વાત જાણે એમ હતી કે આ મેચ દરમિયાન એક ખેલાડીને રનઆઉટ થયા બાદ પણ નોટઆઉટ આપવામાં આવ્યો હતો. આવો જાણીએ કે કેવી રીતે થયું એવું?

કેમ આવું થયું
આ વિચિત્ર ઘટના એડિલેડ T20 મેચની બીજી ઇનિંગ દરમિયાન બની હતી. ઈનિંગની 19મી ઓવરમાં અલ્ઝારી જોસેફ રનઆઉટ થતાં વેસ્ટ ઈન્ડિઝને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. તે બોલિંગ છેડે ઓસ્ટ્રેલિયન બોલર સ્પેન્સર જોન્સન દ્વારા રન આઉટ થયો હતો. રન આઉટ થયા બાદ સ્પેન્સર જોન્સન આગળનો બોલ ફેંકવા માટે રનઅપ પર પાછો ફર્યો હતો. મહત્વની વાત તો એ છે કે કોઈ ખેલાડીએ રન આઉટ કરવાનો પ્રયાસ પણ કર્યો નહોતો. આવી સ્થિતિ જોવા મળી હતી. જેના કારણે અમ્પાયરે તેને આઉટ ન આપ્યો.

ભૂલનો અહેસાસ
આ ઘટના બાદ રિપ્લેમાં જોવા મળ્યું હતું કે જોસેફ ક્રિઝથી દૂર જોવા મળી રહ્યો છે. જે જોઈને ઓસ્ટ્રેલિયન ટીમે જશ્ન મનાવવાની શરૂઆત કરી હતી. પરંતુ અમ્પાયરે બેટ્સમેનને નોટઆઉટ જાહેર કર્યો હતો. જે બાદ અમ્પાયરે ઓસ્ટ્રેલિયન ટીમને કહ્યું કે કોઈએ અપીલ કરી નથી, તેથી બેટ્સમેન નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો છે. આવું કહેવાની સાથે જ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જોકે આ નિર્ણયથી મેચના પરિણામમાં કોઈ અસર જોવા મળી ના હતી.

વર્લ્ડ કપમાં ટોપ સ્કોરર
અંડર-19 વર્લ્ડ કપ 2024 દરમિયાન ભારતીય ટીમની સફર ખૂબ જ શાનદાર જોવા મળી હતી. પરંતુ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 79 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતને હારવાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ઉદય સહારને એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધીમાં કોઈ ભારતીય કેપ્ટનના નામે નથી. તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટમાં બેટ્સમેન તરીકે ઉદય સહારન ખૂબ જ સફળ રહ્યો હતો. તેણે 7 મેચમાં 56.71ની શાનદાર એવરેજથી 397 રન બનાવ્યા. આ મેચ દરમિયાન ઉદય સહારને એક સદી અને ત્રણ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. અંડર-19 વર્લ્ડ કપ 2024નો ઉદય સહારનટોપ સ્કોરર હતો. ખાસ અને મહત્વની વાત એ છે કે ભારતનો પહેલો કેપ્ટન છે જે આ ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર બન્યો છે.