દીકરી માટે કેક લાવવા બચાવેલા 170 રૂપિયા વ્યાજખોરે લઈ લીધા, પોલીસે સ્ટેશનમાં ઉજવ્યો જન્મદિવસ

કચ્છઃ જિલ્લાની મુન્દ્રા પોલીસની માનવતાવાદી કામગીરી સામે આવી છે. જેમાં પિતાએ કેક લાવવા બચાવેલા 170 રૂપિયા વ્યાજખોરે લઈ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, દીકરીના જન્મદિવસ માટે કેક લાવવા પિતાએ રૂપિયા બચાવીને રાખ્યા હતા.

આ મામલે પિતાએ મુન્દ્રા પોલીસ સ્ટેશનના PIને આ ઘટના અંગે જાણ કરી હતી. ત્યારે મુન્દ્રા પોલીસ સ્ટેશનના PIએ દીકરીને પોલીસ સ્ટેશનમાં લાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. દીકરી અરફા માટે પોલીસ સ્ટેશનમાં કેક મંગાવવામાં આવી હતી અને તેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જન્મદિવસની ઉજવણી બાદ વ્યાજખોર શકીલની ઓફિસમાં પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા પાડી શકીલ અને તેના સાથીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે જ મોટી માત્રામાં દસ્તાવેજો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. PI રાકેશ ઠુમ્મર સહિત તેમની ટીમે આ કામગીરી કરી હતી.