December 19, 2024

વધુ એક જીવલેણ વાયરસની એન્ટ્રી, સંક્રમિત થયેલા એકનું મોત

alaskapox virus see symptoms infected seven one died

અલાસ્કાપોક્સ વાયરસથી લાલ ચાઠાં પડી જાય છે.

Alaskapox Virus: વર્ષ 2015માં અલાસ્કામાંથી એક નવો વાયરસ મળ્યો હતો. આ ફેયરબેન્ક્સ નોર્થ સ્ટાર બોરો પર્માફ્રોસ્ટના ઓગળવાથી ઉદ્ભવ્યો હતો. ફેબ્રુઆરી 2024 સુધીમાં વાયરસથી માત્ર સાત લોકો સંક્રમિત થયા હતા. પરંતુ હવે પહેલીવાર સાત લોકો સંક્રમિત થયા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. છ દર્દી ફેયરબેન્ક્સ નોર્થ સ્ટાર બોરો અને સાતમા કેનાઇ પ્રાયદ્વીપ બોરોમાં મળ્યા છે.

જે વ્યક્તિનું મોત થયું છે. તેને આ અલાસ્કાપોક્સ વાયરસના સંક્રમણની જાણકારી જાન્યુઆરીના અંતમાં થઈ હતી. આ વાયરસ એક ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ વાયરસ છે. આ જિન્સ સ્મોલપોક્સ, મંકીપોક્સ અને કાઉપોક્સ સાથે સંબંધિત છે. તેથી તેનું નામ અલાસ્કાપોક્સ રાખવામાં આવ્યું છે.

આ બીમારી નાના સ્તનધારી જીવોમાં પણ જોવા મળી છે. આ વાયરસના સંક્રમણથી ચામડી પર લાલ ચાઠાં જોવા મળે છે. દાણા નીકળે છે. સમયસર સારવાર ન લીધી હોત તો ઘા પડી જાય છે. તેમાંથી પરુ પણ નીકળવા લાગે છે. માંસપેશિયોમાં દુખાવો થાય છે. કાંકડામાં સોજો આવી જાય છે. સમયસર સારવાર મળે તો પણ રિકવર થતા 6 મહિના લાગે છે.

નાના સ્તનધારી જીવોથી આ વાયરસ ફેલાય છે
આ વાયરસ નાના સ્તનધારી જીવથી માણસોમાં ફેલાય છે. પરંતુ અત્યાર સુધીમાં આ વાતની સ્પષ્ટતા થઈ નથી કે, કેવી રીતે તેનાથી માણસ સંક્રમિત થાય છે. વર્ષ 2021માં થયેલા રિસર્ચમાંથી પૂરતા પુરાવા નથી મળ્યા કે અલાસ્કાપોક્સ વાયરસ કેવી રીતે માણસોમાં પહોંચે છે. વધુ એક દર્દી આ વાયરસના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યો છે. પરંતુ તેને સારવારની જરૂર નથી, કારણ કે તેની ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ મજબૂત છે. પરંતુ જેનું મોત થયું છે તેની ઇમ્યુન સિસ્ટમ એટલી મજબૂત નહોતી.