December 19, 2024

પાકિસ્તાનના રાજકારણમાં ભૂકંપ લાવનાર ફોર્મ 45 શું છે?

કરાચી: 8 ફેબ્રુઆરીના પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે. મીડિયા રીપોર્ટ અનુસાર 264 બેઠકોમાંથી 97 બેઠકો નિર્દલીય ઉમેદવારોએ જીતી હતી. જો પૂર્વ પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ- ઈન્સાન(PTI)ની સાથે જોડાયેલા છે. તો બીજી તરફ નવાજ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાજ(PML-N) પાર્ટી 76 બેઠકો સાથે ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બની છે. બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી લગભગ 50 બેઠકો પર જીત મેળવી છે. આ વાતની વચ્ચે PTI પાર્ટીએ ચૂંટણીમાં મોટા પાયે ધાંધલીનો આરોપ લગાવ્યા છે.

મિનેસોટાના સાસંદ ઈલ્હાન ઉમર સમેત અમેરિકાના ઘણા પ્રતિનિધિયોએ પાકિસ્તાનની ચૂંટણીમાં વિશ્વનીયતા સામે સવાલ ઊભા કર્યા છે. PTI પાર્ટીનો આરોપ છેકે પોલિંગ સ્ટેશનને ફોર્મ 45માં હેરાફેરી કરવામાં આવી છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ચૂંટણીના પરિણામોને બદલી દેવામાં આવ્યો છે.

ફોર્મ 45 શું છે?
પાકિસ્તાન ચૂંટણીમાં ફોર્મ 45 ઘણું મહત્વનું છે. સરળ ભાષામાં ફોર્મ 45ને સમજીએ તો કોઈ પણ ક્ષેત્રના પોલિંગ બુથમાં પડેલા વોટની સમીક્ષા હોય છે. પોલિંગ સ્ટેશનની સંખ્યા, નિર્વાચન ક્ષેત્રનું નામ, કુલ કેટલા રજિસ્ટર્ડ વોટર્સ છે, કેટલા વોટ પડ્યા છે, કેટલા ઉમેદવારને કેટલા વોટ મળ્યા છે. આ બધી જ જાણકારી ફોર્મ 45માં આપવામાં આવે છે. આ કારણે જ ફોર્મ 45ને રિજેક્ટ ઓફ ધ કાઉન્ટ પણ કહેવામાં આવે છે.

પાકિસ્તાનની ચૂંટણીમાં કેટલું જરૂરી છે ફોર્મ 45?
ફોર્મ 45થી ચૂંટણીમાં પારદર્શિતા વધે છે. મતોનું સત્યાપન કરવામાં આવે છે અને પરિણામોમાં ધાંધલી થવાની પણ સંભાવના ઓછી થઈ જાય છે. દર પોલિંગ સ્ટેશનમાં તે વિસ્તારનું ફોર્મ 45 તૈયાર કરવામાં આવે છે. પ્રિસાઈડિંગ ઓફિસક અને પોલિંગ એજન્ટ તેના પર સાઈન કરે છે. નિયમ અનુસાર ઉમેદવાર અને મતદાતાઓને આ ફોર્મ જોવાની છુટ હોય છે. જેના કારણે તેમણે કોને મત આપ્યો છે. તે જોઈ અને જાણી શકે છે. જ્યારે સાંજે વોટિંગ ખતમ થાય છે ત્યારે આ ફોર્મ આગળ રિટનિંગ ઓફિસરને મોકલવામાં આવે છે. ત્યાં જ બધા પોલિંગ સ્ટેશનમાં આવેલા ડેટાને એકત્ર કરીને પરિણામ તૈયાર કરવામાં આવે છે.

આ નિયમોનું થયું ઉલ્લંઘન
PTI પાર્ટીનો આરોપ છે કે ફોર્મ 45ની જાણકારીમાં હેરાફેરી કરવામાં આવી છે. PTI ઉમેદવારોની પોલિંગ એજન્ટોએ ફોર્મ 45ની કોપી લીધી હતી. જેમાં PTIને મોટી બહુંમતથી જીત મળેલી જોવા મળે છે. પાર્ટીએ આરોપ લગાવ્યો કે પોલિંગ એજન્ટોને અપહરણ કરીને તેમની પાસે ખોટા ફોર્મ 45 પર સાઈન કરવા માટે મજબુર કરવામાં આવી હતા. આ ઉપરાંત ઈમરાન ખાનની પાર્ટીએ દાવો કર્યો કે રિટનિંગ ઓફિસર ફોર્મ 45 દ્વારા પરિણામોમાં ગપલી કરી રહ્યા છે. ફોર્મ 45માં ચૂંટણીના મતવિસ્તારના ક્ષેત્રમાં દરેક ઉમેદવારને મળેલા મતની પૂરી જાણકારી આપવામાં આવે છે.