શ્રીનગરથી ફ્લાઇટમાં દિલ્હી આવેલા પાયલટનું મોત, Air India Expressએ જાહેર કર્યું નિવેદન

Air India Express pilot dead: એર ઈન્ડિયા એક્સપ્રેસના પાયલટનું બુધવારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગના થોડા સમય બાદ તબિયતના કારણે મૃત્યુ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાઇલટે શ્રીનગરથી ઉડાન ભરી હતી અને દિલ્હી પહોંચ્યા પછી તેમની તબિયત લથડી હતી. તેમની ઉંમર 35 થી 40 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. સૂત્રોએ જણાવ્યું કે દિલ્હીમાં લેન્ડિંગ કર્યા બાદ પાયલટે અસ્વસ્થતા અનુભવવાની ફરિયાદ કરી, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તેનું મોત થઈ ગયું. આ દુ:ખદ ઘટનાએ એરલાઇન સમુદાયમાં શોકની લહેર ફેલાવી દીધી છે.
STORY | Air India Express pilot dies in Delhi soon after operating a flight from Srinagar
READ: https://t.co/4FIGcsORZs pic.twitter.com/6kGvPuPNR6
— Press Trust of India (@PTI_News) April 10, 2025
‘અમે પરિવારને શક્ય તેટલી બધી મદદ પૂરી પાડી રહ્યા છીએ’
એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ ગુરુવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું, ‘સ્વાસ્થ્યના કારણોસર અમારા એક મૂલ્યવાન સહયોગીને ગુમાવવાનું અમને ખૂબ જ દુઃખ છે.’ અમે તેમના પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ અને આ નુકસાનનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. નિવેદનમાં પ્રવક્તાએ ગોપનીયતાનો આદર કરવા અને અટકળો ટાળવાની અપીલ કરી છે. ઘટના વિશે વિગતવાર માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. એરલાઇને જણાવ્યું હતું કે તે યોગ્ય પ્રક્રિયામાં સંબંધિત અધિકારીઓ સાથે સહયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે.