IPL 2025: મુંબઈએ પોતાની પહેલી જીત સાથે પોઈન્ટ ટેબલમા લગાવી મોટી છલાંગ લગાવી

IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આઈપીએલમાં તેની પહેલી મેચ જીતી લીધી છે. પહેલી મેચ જીતતાની સાથે મુંબઈ ઈન્ડિયન્સે પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. બીજી બાજૂ કેકેઆરની ટીમ હવે સીધી છેલ્લા એટલે કે દસમા સ્થાને પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: IPL 2025: મેચ બાદ અશ્વિની કુમારનો મોટો ખુલાસો, કહી દીધી ભરોસો ના આવી વાત

પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈની ટીમે પહેલી જીત પ્રાપ્ત કરી લીધી છે. સતત 2 હાર મળ્યાં બાદ હવે આખરે મુંબઈની ટીમે જીત પ્રાપ્ત કરી લીધી છે. મુંબઈ અને કોલકાતા વચ્ચેની મેચમાં મુંબઈની ટીમે એકતરફી જીત પ્રાપ્ત કરી છે. પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવી દીધું છે. ગઈકાલની મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. મુંબઈની ટીમે પહેલી જીત મળતાની સાથે છલાંગ લગાવી છે. કેકેઆરની ટીમને હાર મળતાની સાથે મોટું નુકસાન થયું છે. રોયલ ચેલેન્જર્સ હજુ પણ નંબર વન સ્થાન પર છે. દિલ્હી કેપિટલ્સ બીજા સ્થાને છે.