December 19, 2024

CM ભૂપેન્દ્ર પટેલ ખેડૂતો સાથે ખાટલા બેઠક કરશે

ભૂપેન્દ્ર - NEWSCAPITAL

બનાસકાંઠાઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંવ ચલો અભિયાન અંતર્ગત વડગામના જલોત્રા ગામે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીનું સામૈયું કરીને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ગામના મંદિરોમાં દર્શન કરીને કાર્યકર્તાઓની વિવિધ સમિતિઓ સાથે બેઠક કરી હતી. આજે બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતો સાથે ખાટલા બેઠક કરશે અને ખેડૂતોને વિવિધ ખેડૂતલક્ષી યોજનોની માહિતી આપશે.

મંદિર પરિસરની સફાઇ કરી
આ કાર્યક્રમ અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જીલ્લાના જલોત્રા ગામે બપોર પછી કાર્યકર્તાના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાત્રિ રોકાણ અને ભોજન કર્યું હતું, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંવ ચલો અભિયાન અંતર્ગત ગામના મંદિરની હાથમાં ઝાડુ લઈને સફાઈ કર્યા બાદ ગામના પ્રજાપતિ મહોલ્લામાં પહોંચ્યા હતા જ્યાં તેમને બુથ સમિતી સાથે બેઠક કરી હતી અને તેમને માર્ગદર્શન આપ્યું હતું . સાથે જ ગઈકાલે ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ કાર્યક્રમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 180 થી વધુ સ્થળોએ યોજાયો હતો, જેનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ખાતે યોજાયો હતો. દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમ અંતર્ગત ડીસા ખાતે 3,938 આવાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાત સરકારના અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક કક્ષાના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.ભૂપેન્દ્ર - NEWSCAPITAL

આ પણ વાંચો : જૂનાગઢ, સામખિયાળી બાદ મોડાસામાં મૌલાના મુફ્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ખેડૂતો સાથે ખાટલા બેઠક કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંવ ચલો અભિયાન અંતર્ગત બનાસકાંઠાના જલોત્રામાં રાત્રિ રોકાણ કર્યું હતું. અભિયાનના બીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતો સાથે ખાટલા બેઠક કરશે. આ બેઠકમાં ભાજપ સરકારની ખેડૂતલક્ષી યોજનોની માહિતી તેઓ ખેડૂતોને આપશે. તો ખેડૂતો પણ પોતાની વિવિધ સમસ્યાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરશે. મુખ્યમંત્રી પટેલ જલોત્રામાં યુવા મોરચાના કાર્યકરો સાથે બેઠક કરશે. સાથે જ વિવિધ સમાજના લોકો સાથે પણ સંવાદ કરશે.