Athiya Shetty Baby Girl: આથિયા શેટ્ટી-કેએલ રાહુલ બન્યા માતા-પિતા, આથિયાએ દીકરીને આપ્યો જન્મ

Athiya Shetty Blessed With Baby Girl: ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ આજે એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ ખુશખબર આપી છે.

આથિયાએ દીકરીને જન્મ આપ્યો
આથિયા શેટ્ટીએ 24 માર્ચની સાંજે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે ખુશખબર આપી છે કે તે એક દીકરીની માતા બની છે. અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી છે. જેના પર લખ્યું છે કે, ‘અમે એક દીકરીના માતા-પિતા બન્યા છીએ…’ આથિયાની આ પોસ્ટ હવે ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના પર ચાહકો અને સેલેબ્સ આ કપલને અભિનંદન આપી રહ્યા છે.

સેલિબ્રિટીઓએ આ કપલ પર પ્રેમ વરસાવ્યો
આથિયાની આ પોસ્ટ પર અભિનેત્રી કિયારા અડવાણીએ પણ ટિપ્પણી કરી. જેમાં તેણે ઘણા હાર્ટ ઈમોજીસ બનાવ્યા હતા. જ્યારે અર્જુન કપૂરે લખ્યું, ‘અભિનંદન મિત્રો.’ આ ઉપરાંત પંજાબી ગાયક જસ્સી ગિલે પણ આ કપલને અભિનંદન આપ્યા. આથિયાની પોસ્ટને થોડી જ મિનિટોમાં બે લાખથી વધુ લાઈક્સ મળી ગઈ છે.