IPL 2025: ઈશાન કિશનનું જોરદાર કમબેક, માત્ર 45 બોલમાં સદી ફટકારી

IPL 2025ની બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે સ્કોર જોઈને એવું લાગી રહ્યું છે કે તે નિર્ણય તેનો ખોટો સાબિત થશે. ટીમ ઈન્ડિયાની બહાર રહેલા ઈશાન કિશને આ મેચમાં શાનદાર ઇનિંગ રમીને પોતાના ટીકાકારોને ચૂપ કરાવી દીધા છે.

આ પણ વાંચો: આવતીકાલે DC vs LSGની થશે ટક્કર, જાણો બંને ટીમ વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ

ઇશાન કિશનની શાનદાર સદી
ઇશાન કિશને 45 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેની કારકિર્દીની પહેલી આઈપીએલ સદી છે. ઈશાન કિશન 47 બોલમાં 106 રન બનાવીને અણનમ પાછો ફર્યો. પોતાની ઇનિંગમાં તેણે 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. બીજી બાજૂ જોફ્રા આર્ચર, જેમની પાસેથી રાજસ્થાન ટીમને ઘણી અપેક્ષાઓ હતી. તે RR માટે સૌથી મોંઘો બોલર હતો. પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નથી.