ચીનમાં 4ની તીવ્રતા અને ઈથોપિયામાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ભયનો માહોલ

Earthquake: વહેલી સવારે ભારતના પાડોશી દેશ ચીનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. આ ઉપરાંત ઇથોપિયામાં મોડી રાત્રે ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર પણ બદલાઈ રહી છે. ચીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર ચીનના કિંઘાઈ શહેર નજીક જમીનથી 10 કિલોમીટર નીચે જોવા મળ્યું હતું.

ઇથોપિયામાં પહેલો ભૂકંપ મોડી રાત્રે લગભગ 12:23 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી. આ પછી 4.3 અને 5.1 ની તીવ્રતાના આંચકા પણ આવ્યા. ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છે. જોકે બંને દેશોમાં ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ બંને દેશોમાં ભૂકંપની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: સનાતન ધર્મમાં કબર તોડવાની મંજૂરી… ઔરંગઝેબની કબર વિવાદ પર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આપ્યું નિવેદન