નશામાં ધૂત નબીરાએ મોડી રાતે કર્યો અકસ્માત, 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત; એકનું ઘટનાસ્થળે મોત

Vadodara: વડોદરામાં નશામાં ધૂત કારચાલકે ત્રણ ટુ-વ્હીલર સવારોને લીધા અડફેટે લીધા છે. જેમા 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને એક યુવતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. પોલીસે કારચાલક રક્ષિત રવીશ ચોરસિયાની ધરપકડ કરી છે. એમ.એસ. યુનિવર્સિટીમાં રક્ષિત લોનો અભ્યાસ કરે છે.
મળતી માહિતી અનુસાર વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બેફામ કાર ચાલક નબીરાએ એક સાથે ત્રણ ટુ-વ્હીલર સવારોને ઉડાવ્યા હતા. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વડોદરાના કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયા હતા.
View this post on Instagram
વધુમાં અકસ્માત વખતે કારમાં બે લોકો સવાર હતા જેમાંથી એક યુવક ફરાર થઈ ગયો હતો. પરંતુ કારચાલકને લોકોએ દબોચી માર માર્યો હતો. પોલીસે હાલ કારચાલક રક્ષિત રવીશ ચોરસિયાની ધરપકડ કરી છે. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીનું નામ રક્ષિત રવીશ ચોરસિયા અને મૂળ વારાણસીનો હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં તે એમ એસ યુનિ.માં લૉ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે.
આ પણ વાંચો: ધુળેટીના દિવસે ધ્રુજી ધરા… જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા