વિદેશ જવાની ઘેલછા ભારતીયોને પડી ભારે… 266 લોકોની સરકારે કરાવી ઘરવાપસી

Myanmar: દરેક વ્યક્તિ વિદેશમાં નોકરીની આશાથી આકર્ષાય છે. આ જ કારણ છે કે લોકો વિદેશ ગયા પછી ખરાબ રીતે ફસાઈ જાય છે. અને ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. ભારત સરકારે આવા લોભને કારણે ફસાયેલા 266 ભારતીય નાગરિકોને પાછા લાવ્યા છે. આ માહિતી બુધવારે વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે આપી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત સરકારે ગઈકાલે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા 266 ભારતીયોને સુરક્ષિત પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. જેમને દક્ષિણ પૂર્વ એશિયાના સાયબર ક્રાઇમ સેન્ટરોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સોમવારે 283 ભારતીયોને આવી જ રીતે પાછા લાવવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસે તેમની મુક્તિ સુનિશ્ચિત કરવા અને તેમના સ્વદેશ પરત ફરવામાં મદદ કરવા માટે મ્યાનમાર અને થાઇલેન્ડ સરકારો સાથે નજીકથી કામ કર્યું છે.

ભારતીય વિદેશ મંત્રાલયે આ વાત કહી
વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે તેઓ વિદેશમાં મિશન દ્વારા વિદેશી નોકરીદાતાઓના ઓળખપત્રોની ચકાસણી કરે અને નોકરીની ઓફર સ્વીકારતા પહેલા ભરતી એજન્ટો અને કંપનીઓનો ટ્રેક રેકોર્ડ તપાસે. ડિસેમ્બરની શરૂઆતમાં ભારતીય દૂતાવાસે મ્યાનમારના મ્યાવાડીમાં નોકરી કૌભાંડ કેસમાં ફસાયેલા છ ભારતીય નાગરિકોને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: ડાયમંડ એસોસિયાનોની CMને રજૂઆત બાદ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં

ગોલ્ડન ટ્રાયેંગલ પ્રદેશ સાયબર ક્રાઇમનું કેન્દ્ર 
દક્ષિણપૂર્વ એશિયાનો ગોલ્ડન ટ્રાયેંગલ પ્રદેશ સાયબર ગુનાનું કેન્દ્ર છે. જ્યાં થાઇલેન્ડ, લાઓસ અને મ્યાનમારની આંતરરાષ્ટ્રીય સરહદો મળે છે અને અહીંથી નકલી કોલ સેન્ટર સાયબર છેતરપિંડી માટે કાર્યરત છે. પીડિતોમાં દેશના વિવિધ રાજ્યોના લોકોનો સમાવેશ થાય છે. મ્યાનમાર સરકારે બંધકોને બચાવવા અને તેમને થાઇલેન્ડ ખસેડવા માટે પોતાની સેના તૈનાત કરી હતી. જ્યાંથી હવે તેમને ભારત પાછા લાવવામાં આવ્યા છે.