જૂનાગઢના પરબ વાવડી ગામે 4 વર્ષનું બાળક બોરવેલમાં પડ્યું, બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યું

જૂનાગઢ: ભેંસાણ તાલુકાના પરબ વાવડી ગામે વિમલ સોલંકી નામનું 4 વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું હતું. જેને લઈ તંત્ર દ્વારા બાળકને બોરવેલમાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
બોરવેલમાં અંદાજે 30 ફૂટ ઉંડે બાળક ફસાઈ ગયું હતું. જેથી જેસીબીની મદદથી આસપાસના વિસ્તારમાં ખોદકામ કરી બોરવેલમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. બાળકને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હોસ્પિટલમાં બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાળક સ્વસ્થ અવસ્થામાં, સમયસર કામગીરી શરૂ થતાં બાળકનો આબાદ બચાવ થયો છે.