મારા પતિને તકલીફ હોય તો… સુશાંતનું નામ લેવા પર અંકિતાએ શું કહ્યું?
મુંબઈ: ટીવીના વિવાદીત શો બિગબોસ 17ને લઈને અંકિતા લોખંડે અને વિકી જૈન સતત ચર્ચામાં હતા. પરંતુ હવે શોમાંથી બહાર આવ્યા બાદ પણ અભિનેત્રી હેડલાઇન્સમાં છે. અંકિતા લોખંડે હાલ સુશાંત સિંહ રાજપૂતને લઇને ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે બિગબોસના ઘરમાં અંકિતાને એક્સ બોયફ્રેન્ડ સુશાંતને યાદ કરતી જોવા મળી હતી. જોકે આ મામલે અભિનેત્રીની સાસુએ પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અંકિતાએ સુશાંત અંગે વાત ન કરવી જોઇએ.
જોકે અભિનેત્રીએ હવે બહાર આવીને આ અંગે વાત કરી છે અને કહ્યું છે કે સુશાંત અંગે વાત કરવાથી અંકિતાના પતિ વિક્કી જૈનને કોઇ મુશ્કેલી નથી અને અન્ય લોકોને જવાબ આપવાનું જે યોગ્ય સમજતી નથી. અંકિતાએ કહ્યું કે મેં આ અંગે વાંચ્યું છે કે ઘણા લોકો કહે છે કે સુશાંતના ફેન્સને મારા તરફ લાવવા માટે હું તેની વાત કરી રહી હતી. પણ હું કહેવા માંગીશ કે ન તો મારે ફેન ફોલોઈંગની જરૂરત છે અને ના તો કોઇ અંગે વાત કરવા માટે કોઇની મંજૂરી લેવાની જરૂરી છે. પણ જો જીવનમાં ખરેખર કઇ સારું કર્યું છે તો હું તેના અંગે જરૂરથી વાત કરીશ.
જરૂરી નથી બધાને જવાબ આપવા
વધુમાં અંકિતાએ કહ્યું કે બિગ બોસ 17માં તે તેના પિતા અંગે વધારે વાત કરતી હતી. કારણકે મને લાગતું હતું કે તે મારા જીવનનો એક ભાગ હતા. હા…મેં સુશાંત અંગે પણ ચર્ચા પણ કરી છે કારણકે મારી સામે અભિષેક બેઠો હતો અને તે જીવનમાં સુશાંતની જેમ બનવા માંગે છે. તો સ્પષ્ટ વાત છે કે સુશાંતની વાત અભિષેક સાથી કરીશ. જો વ્યક્તિ જતું રહ્યું છે પણ તેને લાઇફમાં સારી વસ્તુઓ કરી છે. તો મને તેની પર ચર્ચા કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી અને રહી વાત લોકોની તો મારા પતિને તેનાથી કોઇ સમસ્યા નથી અને બાકી લોકોને જવાબ આપવો હું જરૂરી નથી સમજતી.
ઉલ્લેખનીય છે કે, બિગ બોસ 17ના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ વિકીની માતાએ અંકિતા વિશે ઘણી ખરાબ વાતો કહી. તેમણે કહ્યું કે અંકિતા તેના પતિ સાથે કેવી રીતે વર્તવું તે જાણતી નથી અને તે માન આપતી નથી. વિકીની માતા રંજના જૈને પણ કહ્યું કે અંકિતા સહાનુભૂતિ મેળવવા માટે સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતી રહે છે.