March 10, 2025

IND vs AUS: કોહલી પાસે ઓસ્ટ્રેલિયા સામે ઇતિહાસ રચવાની તક, તોડી શકે છે આ મોટો રેકોર્ડ

India vs Australia Semifinal: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ ત્રણેય લીગ મેચ જીતી લીધી છે. આજનો દિવસ ટીમ ઈન્ડિયા માટે ખાસ છે. કારણ કે, ઓસ્ટ્રેલિયા એક મજબૂત પડકાર બનવાનું છે. આ મેચમાં વિરાટ રેકોર્ડ બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડ સામે કોહલીની બેટિંગ કંઈ ખાસ જોવા મળી ના હતી. ઓનલી 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. હવે આજની મેચમાં કોહલીના ચાહકો આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો: શું ટીમ ઈન્ડિયાને દુબઈની પીચનો મળી રહ્યો છે લાભ, કેપ્ટન રોહિત શર્માએ આપ્યો જવાબ

વિરાટ કોહલી ઇતિહાસ રચશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાની સાથે વિરાટનું પ્રદર્શન સારું જોવા મળ્યું છે. પાકિસ્તાન સામેની મેચમાં કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. હવે આજના દિવસે તે ઇતિહાસ રચી શકે છે. તમને જણાવી દઈએ કે ICC નોકઆઉટ મેચોમાં કોહલીના આંકડા ખૂબ પ્રભાવશાળી છે. વિરાટ કોહલી ICC ટુર્નામેન્ટના નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં નોકઆઉટ મેચોમાં 939 રન બનાવ્યા છે. વિરાટ સેમિફાઇનલમાં 61 રન બનાવી લે છે, તો તે પોતાના 1000 રન પૂરા કરશે. આવું કરતાની સાથે તે ICC ટુર્નામેન્ટના નોકઆઉટ મેચોમાં 1000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની જશે. વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમાયેલી ત્રણ મેચમાં ટોટલ 133 રન બનાવ્યા છે.