2017ની બેચના DySP રૂહી પાયલાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું

અમદાવાદ: 2017ની બેચના DySP રુહી પાયલાએ અચાનક જ રાજીનામું આપી દીધું છે. 2017ની બેચના DySP રુહી પાયલાએ મહેસાણા વિભાગીય પોલીસ અધિકારી સહિત રાજ્યમાં અનેક સ્થળે ફરજ બજાવી હતી.
રુહી પાયલાએ ફેસબુક ઉપર રાજીનામાની જાહેરાત કરતી પોસ્ટ કરી છે. ફેસબુક ઉપર રુહી પાયલાએ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. પોલીસ વિભાગમાં વિવિધ સ્થળે કામ કરવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.