ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા સંત પ્રેમાનંદે ટીમ ઈન્ડિયાને ગુરુમંત્ર આપ્યો

Ind-Pak Match: આવતીકાલે પાકિસ્તાન અને ટીમ ઈન્ડિયાનો આમનો સામનો થવાનો છે. જેની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે એ દિવસ આવતીકાલે છે. આ વચ્ચે પ્રેમાનંદ મહારાજે ટીમ ઈન્ડિયાને ભારત-પાકિસ્તાન મેચ જીતવા માટે ગુરુ મંત્ર આપ્યો છે. કહ્યું કે જો તેનું પાલન કરવામાં આવે તો તેમને કોઈ હરાવી શકશે નહીં.
દુબઈની ધરતી પર ભારતનો વિજય નિશ્ચિત
આવતીકાલે પાકિસ્તાન અને ટીમ ઈન્ડિયાનો આમનો સામનો થવાનો છે. આ મેચ માટે મોટા ભાગના લોકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. સંત પ્રેમાનંદ મહારાજે ટીમ ઈન્ડિયાને ગુરુ મંત્ર આપ્યો છે જે વિજય સુનિશ્ચિત કરશે. જો ટીમ ઈન્ડિયાન આ મંત્રનું પાલન કરશે તો ટીમ ઈન્ડિયાની જીત ચોક્કસ નક્કી છે. આવો જાણીએ સંત પ્રેમાનંદે શું કહ્યું જે ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: IND vs BAN મેચમાં મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો શિખર ધવન, તસવીરો વાયરલ
પ્રેમાનંદે ગુરુમંત્ર આપ્યો
પ્રેમાનંદને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસીને કહ્યું કે આ વિશે કંઈ કહીશું નહીં. મેચ જીતવા માટે અભ્યાસ જરૂરી છે. આવી જગ્યા પર ભક્તિનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આવું કરવાથી આપણે ભક્તિની આપણે મજાક ન ઉડાવવી જોઈએ. મેચમાં સૌથી વધારે પ્રેક્ટિસ મહત્વની છે. તેમણે કહ્યું કે ક્રિકેટ ચાલી રહ્યી છે અને આપણે હવન કરી રહ્યા છીએ તે ખૂબ જ મજાકની વાત છે.ો