રાજકોટમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્નમાં આયોજકો થયા ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

Rajkot: રાજકોટમાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થઈ ગયા છે. માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. પણ સમૂહ લગ્નમાં આયોજકો ફરાર થતાં લગ્ન અટકી પડ્યા હતા. અનેક વરરાજા, વહુ અને જાનૈયાઓ રઝળી પડ્યા છે. ઘટનાની જાણ થતા જ સ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર રાજકોટના ઋષિવંશી ગ્રુપે માધાપરી ચોકડી પાસે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આજે 28 યુગલોના લગ્ન હતા. લગ્ન મંડપ તૈયાર થઈ ગયો હતો. પરંતુ આયોજકો ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. વધુમાં આયોજકો દ્વારા ગઈ કાલે એટલે કે લગ્નના આગલી રાત્રે ડાયરાનું પણ આયોજન હતું જે પણ કેન્સલ કરવામાં આવ્યું હતું. કરિયાવરનું પણ કઈ આયોજન નહોતું કરાયું.
આ પણ વાંચો: ભારતીય મૂળના કાશ પેટેલે ભગવદ્ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, બન્યા FBIના ડિરેક્ટર
સતત અપડેટ ચાલુ છે…