પોલેન્ડ દેશના 20 યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે

જામનગર: જામનગર ખાતે પોલેન્ડ દેશના 20 યુવા પ્રતિનિધિઓ મુલાકાતે આવ્યા છે. તેમણે લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લીધી હતી. ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વાસ્તુકલા જોઈ યુવાઓ પ્રસન્ન થયા હતા.
જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના 800 બાળકોને બાલાચડી ખાતે આશરો આપ્યો હતો ત્યાં મુલાકાત લઇ યુવાઓ ભાવુક થયા હતા. PM નરેન્દ્ર મોદીએ શરુ કરાવેલ “જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ”ના ભાગરૂપે યુવાનો ભારતની મુલાકાતે આવ્યા છે. પોલેન્ડના યુવાનો 19થી 27 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે છે.