February 22, 2025

રોહિત શર્માએ અનોખી સદી ફટકારી, સૌરવ ગાંગુલી પણ નતી કરી શક્યો આવું

Rohit Sharma Record: રોહિત શર્માએ અત્યાર સુધી ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતની કપ્તાની કરી છે. પહેલી જ મેચમાં જીત મેળવીને એક રેકોર્ડ બનાવી લીધો છે. તેણે પોતાનું નામ દુનિયાના મહાન કપ્તાનોની યાદીમાં નામ નોંધાય ગયું છે. આવો જાણીએ આ મહાન રેકોર્ડ શું છે.

આ પણ વાંચો:  IND vs BAN: ભારત સામે 230 રનનો લક્ષ્યાંક, તૌહીદની સદી બાંગ્લાદેશનું સન્માન બચાવ્યું

રોહિત શર્માએ કેપ્ટન તરીકે 100 આંતરરાષ્ટ્રીય મેચ જીતી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી મેચમાં જ ટીમ ઈન્ડિયાને જીત મળી છે. રોહિત શર્માએ દુબઈમાં બાંગ્લાદેશ સામે 36 બોલમાં 41 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ સમયે તેણે 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આવું કરતાની સાથે તેણે 100મી આંતરરાષ્ટ્રીય મેચ જીતી લીધી છે.