February 23, 2025

જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો, 4 ટ્રેનમાં વધારાના કોચ લગાવાશે

જૂનાગઢઃ આગામી 22મી તારીખથી જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમગ્ર રાજ્ય તથા દેશભરમાંથી આવતા હોય છે. ત્યારે રેલવે વિભાગે તકેદારી રાખી 4 ટ્રેનમાં વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહાશિવરાત્રીના મેળા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રિકોની સુવિધા માટે 22થી 28મી ફેબ્રુઆરી દરમિયાન 4 ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક ટ્રેનમાં બે જનરલ વધારાના કોચ લગાવવામાં આવશે.

કઈ કઈ ટ્રેનમાં વધારાના કોચ લાગશે?

  • ટ્રેન નંબર – 19119/19120 (વેરાવળ-ગાંધીનગર કેપિટલ)
  • ટ્રેન નંબર – 19207/19208 (પોરબંદર-રાજકોટ)
  • ટ્રેન નંબર – 59558/59559 (ભાવનગર-વેરાવળ)
  • ટ્રેન નંબર – 59560/59557 (ભાવનગર-પોરબંદર)