December 19, 2024

Chocolate Dayનો રસપ્રદ ઇતિહાસ જાણો છો? વાંચો એક ક્લિકમાં…

Chocolate Day: વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે એટલે કે આજે ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ચોકલેટ આપીને ઉજવણી કરે છે. ચોકલેટ સંબંધોમાં મીઠાસ વધારે છે. આમ તો ચોકલેટને આપણે મીઠાઈ તરીકે જોઈએ છીએ, પરંતુ આ પ્રેમના મહિનામાં આપવામાં આવતી ચોકલેટ બંન્ને વચ્ચેના પ્રેમને વધારે મીઠાસથી ભરી દે છે. આ ચોકલેટને પોતાના પ્રેમને એક્સપ્રેસ કરવાની એક રીત તરીકે પણ જોવામાં આવે છે. દર વર્ષે 9 ફેબ્રુઆરીના ચોકલેટ ડેની ઉજવણી થાય છે. એક આખા દિવસને ચોકલેટનું નામ આપવામાં આવ્યું છે. જે સમગ્ર વેલેન્ટાઈન વીકમાં એક ખાસ દિવસ ગણવામાં આવે છે. જે લોકોના પ્રપોઝ ગઈ કાલે એક્સેપ્ટ થઈ ગયા છે. એ લોકો આજે એકબીજાને ચોકલેટ ખવડાવીને મીઠાસથી આ રિલેશનશિપની શરૂઆત કરે છે.

ચોકલેટ ડે શા માટે ઉજવવામાં આવે છે?
વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ આખો અઠવાડિયો પ્રેમથી ભરેલો છે. જેના ત્રીજા દિવસે સંબંધોમાં મીઠાસ વધારવા માટે ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ ડેની ઉજવણી પાછળનું કારણ તો લોકો અલગ અલગ આપે છે, પરંતુ સૌથી વધારે પ્રચલિત કથામાં ચોકલેટ ખાવાથી તમારી લવ લાઈફ તંદુરસ્ત રહે છે. ચોકલેટમાં થિયોબ્રોમાઈન અને કેફીન હોય છે. જે મગજમાં અન્ડોરફિન રિલીઝ કરે છે. જેના કારણે શરીરને આરામ મળે છે.

ચોકલેટ ખાવાના ફાયદા
ચોકલેટમાં ફ્લેવનોલ હોય છે. જે વધતી ઉંમરના લક્ષણને ઓછું કરે છે. ચોકલેટ ફેશિયલ, વૈક્સિંગ, ફેસ પેક અને ચોકલેટ બાથ જેવી બધી વેરાઈટીમાં મળે છે. જે તમારા શરીરમાં ધણા ફાયદાકારક રહે છે. એક અધ્યયન અનુસાર ચોકલેટનું જો યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો વજન સરળતાથી ઘટાડી શકાય છે.

ચોકલેટ મીઠી નહી, પરંતુ તીખી હતી
ચોકલેટની જો વાત ચાલી રહી છે તો એક ખોટી માનસિકતા ચાલી રહી છે કે ચોકલેટ એટલે મીઠી જ. ચોકલેટ હંમેશા મીઠી જ નથી હોતી, તેનો સ્વાદ તીખો હતો. ચોકલેટનું તીખો હોવાનું કારણ અમેરિકાના લોકો તેને બનાવવા માટે કોકના બીજને પીસીને તેમાં થોડું મરચા મસાલા ઉમેરતા હતા, જેના કારણે તેનો સ્વાદ મીઠાની જગ્યાએ તીખો હતો.