February 23, 2025

મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને અમેરિકા ભારતને સોંપશે – ટ્રમ્પે કરી મોટી જાહેરાત

Tahawwur Rana Extradition: વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 14 ફેબ્રુઆરી, 2025 ના રોજ વ્હાઇટ હાઉસમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે અમારા સંબંધો મજબૂત છે. તેમણે પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવ્યા. પીએમ મોદીએ ટ્રમ્પને બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા હતા.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે મારા વહીવટીતંત્રે મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોરોમાંના એક તહવ્વુર રાણાને ભારતને સોંપવાનો નિર્ણય લીધો છે. તેને ન્યાયનો સામનો કરવા ભારત પરત મોકલવામાં આવશે. પીએમ મોદીએ તાજેતરમાં ભારતમાં અન્યાયી ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી છે.

પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નેતૃત્વથી ભારત અને અમેરિકાના સંબંધોને જીવંત બનાવ્યા છે. અમે આતંકવાદ સામે લડવામાં સહયોગ કરીશું. સરહદ પારના આતંકવાદ સામે કડક કાર્યવાહીની જરૂર છે. 26/11ના આતંકવાદી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો નિર્ણય લેવા બદલ હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભારી છું. પીએમએ વધુમાં કહ્યું કે ભારત અને અમેરિકાનો સહયોગ વિશ્વને વધુ સારો આકાર આપી શકે છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશનો નિર્ણય મોદી કરશે… PMની સાથે મુલાકાત પર ટ્રમ્પે કરી જાહેરાત

પીએમ મોદીએ કહ્યું કે ભારતના લોકો હજુ પણ 2020માં તમારી મુલાકાતને યાદ કરે છે, તેઓ આશા રાખે છે કે તમે તેમને ફરીથી મળશો. ભારતના 140 કરોડ લોકો વતી હું તમને ભારત આવવાનું આમંત્રણ આપું છું.