પંતનો જીવ બચાવનાર વ્યક્તિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, આવો જાણીએ સમગ્ર મામલો
Rajat Kumar: વર્ષ 2022માં પંતનો ભયાનક અકસ્માત થયો હતો. આ સમયે પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમયે પંતની કાર સળગી રહી હતી. 2 યુવાનો આવ્યા અને પંતને આ સળગતી કારમાંથી બહાર કાઢ્યો હતો. આ રીતે પંતનો જીવ બચી ગયો હતો. આ યુવાનોનું નામ રજત કુમાર અને નિશુ કુમાર હતું. જેમાંથી એક યુવાન એટલે કે રજતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
આ પણ વાંચો: શુભમન ગિલે કેપ્ટન રોહિત શર્માની કરી લીધી બરાબરી, 25 વર્ષની ઉંમરે પ્રાપ્ત કરી આ સિદ્ધિ
આ કારણે કરી આત્મહત્યા
એક મીડિયાએ આપેલી માહિતી પ્રમાણએ રજત અને તેની ગર્લફ્રેન્ડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેની પ્રેમિકાનું મોત થઈ ગયું છે. જોકે રજની હાલત અત્યારે ગંભીર જોવા મળી રહી છે. રજત અને તેની ગર્લફ્રેન્ડ છેલ્લા 5 વર્ષથી સાથે રહી રહ્યા છે. બંનેની જાતી અલગ હોવાના કારણે પરિવારે અલગ કરી દીધા હતા. જેના કારણે બંનેએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેની ગર્લફ્રેન્ડનું મોત થયું, પરંતુ રજત હોસ્પિટલમાં પોતાના જીવન સાથે લડી રહ્યો છે.