વડોદરામાં લગ્ન પ્રસંગમાં આવેલા યુવકે 4 વર્ષની બાળકીને પીંખી નાંખી, સુરતથી આરોપીની ધરપકડ

વડોદરાઃ શહેરમાં અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે કપુરાઈ-ડભોઈ રોડ પર આવી જ એક ઘટના બની છે. લગ્ન પ્રસંગમાં આવેલી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, મિત્રની સાળીના લગ્ન પ્રસંગમાં આવેલા સુરતના ડોક્ટરેટ થયેલા હવસખોર યુવકની કાળી કરતૂત સામે આવી છે. મિત્રની સાળીના લગ્ન પ્રસંગમાં રાસ ગરબાની રમઝટ વચ્ચે હવસખોર ડોક્ટરેટ યુવકે મિત્રની ચાર વર્ષની પુત્રીને પીંખી નાંખી હતી.

વડોદરાના કપુરાઈ-ડભોઈ રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં મિત્રની ચાર વર્ષની પુત્રીને એકાંતમાં લઈ જઈ ડોક્ટરેટ યુવકે દુષ્કર્મ આચર્યું છે. માસૂમ બાળકીએ તેની સાથે થયેલા દુષ્કર્મની જાણ માતાને કરતા માતા પણ ચોંકી ઉઠી હતી. બાળકીએ મોબાઈલ ફોનમાં લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોના ફોટો જોઈ હવસખોર આરોપીને ઓળખી બતાવ્યો હતો.

બાળકીની માતાએ વરણામા પોલીસ મથકે હવસખોર ડો. પિયુષ સુરેશભાઈ અંજારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે વરણામા પોલીસે પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધ્યો હતો અને સુરતથી આરોપી ડો. પિયુષ અંજારિયાની ધરપકડ કરી હતી. હસખોર પીયૂષે ઈતિહાસના વિષયમાં પીએચડી કર્યું છે. આ સાથે તે આર્ટિસ્ટ પણ છે અને ટ્યુશન ક્લાસ ચલાવે છે.