Gujarat Weather: ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ કેવું રહેશે? જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં હવામાનમાં હાલ ઠંડીની સાથે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસના હવામાનને લઈને આગાહી કરી છે. આવો જાણીએ શું કરી આગાહી.
આ પણ વાંચો: કેજરીવાલને મળ્યા બાદ સીએમ ભગવંત માનએ શું કહ્યું?
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. અમદાવાદનું લઘુતમ તાપમાન 14.0 જ્યારે મહત્તમ તાપમાન 33.4 નોંધાયું છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમ થી ઉત્તર તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાતા લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બેવડી ઋતુના કારણે લોકોમાં બિમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.