December 18, 2024

રાહુલ ગાંધીના નિવેદન પર પૂર્ણેશ મોદીએ આપી પ્રતિક્રિયા, કહ્યું; ’25 જુલાઈ 1994માં…’

MODI - NEWSCAPITAL

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ ઓબીસી કેટેગરીમાં થયો ન હતો. તેઓ ગુજરાતની તૈલી જાતિમાં જન્મ્યા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીનું નિવેદન સામે આવ્યું છે. પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.

રાહુલ ગાંધી બોખલાઈ ગયા છે – પૂર્ણેશ મોદી

રાહુલ ગાંધીના નિવેદન પર પૂર્ણેશ મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાહુલ ગાંધી વોટબેંકની રાજનીતિ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં દેશનો યુવાઓ અને મહિલાઓનું આગમી 25 વર્ષમાં નેતૃત્વ વધે તેવી કલ્પના કરી છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી બોખલાઈ ગયા છે. OBC સમાજને ચોર કહેવા, તેમનું અપમાન કરવું એ યોગ્ય નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે, વર્ષ 2000માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પણ ન હતા. 25 જુલાઈ 1994માં તૈલી સમાજનો OBCમાં સમાવેશ થયો હતો. રાહુલ ગાંધીના એક બાદ એક નિવેદનથી તેમની શું સ્થિતિ થઈ છે તે આખા દેશને ખબર છે.

આ પણ વાંચો :  ‘…ભરોસો નહી હોય તો સુધારો ક્યારે આવશે ?’ : ગેનીબેન ઠાકોર 

નરેન્દ્ર મોદી ગુજરાતની તેલી જાતિમાં જન્મ્યા હતા – રાહુલ ગાંધી 

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીનો જન્મ ઓબીસી કેટેગરીમાં થયો ન હતો. તેઓ ગુજરાતની તૈલી જાતિમાં જન્મ્યા હતા. આ સમાજને વર્ષ 2000માં ભાજપ દ્વારા ઓબીસી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. તેઓ ક્યારેય જાતિની વસ્તી ગણતરી કરવા દેશે નહીં, કારણ કે તેમનો જન્મ ઓબીસી સમાજમાં થયો નથી. તેમનો જન્મ સામાન્ય જાતિમાં થયો હતો.