January 27, 2025

અયોધ્યા મંદિરની ડિઝાઈન તૈયાર કરનાર શિલ્પકાર ચંદ્રકાન્ત સોમપુરાને પદ્મશ્રી પુરસ્કાર

Padma Award: અમદાવાદના શિલ્પકાર ચંદ્રકાન્ત સોમપુરાએ અયોધ્યા મંદિરની ડિઝાઈન તૈયાર કરી છે. 76 વર્ષના ચંદ્રકાંત સોમપુરા મૂળ ગુજરાતના પાલીતાણાના છે. તેઓ અત્યાર સુધી હિંદુ, જૈન તથા સ્વામી નારાયણ સંપ્રદાયનાં 100થી વધારે મંદિર બનાવી ચૂક્યાં છે. જેમાં ગાંધીનગરનું અક્ષરધામ મંદિર, પાલનપુરનાં અંબા માતાનાં મંદિર તથા બિડલા મંદિર જેવા કેટલાક મંદિરોનો સમાવેશ થાય છે. ભારત સરકાર દ્વારા તેમનેસ્થાપત્ય ક્ષેત્રે યોગદાન માટે પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

તેઓએ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં મંદિરો બનાવ્યાં છે. તેમના પરિવારમાંથી અગાઉ પ્રભાશંકર ઓધાભાઈ સોમપુરાને પણ પદ્મશ્રી મળ્યો છે. આ પરિવાર ગુજરાતનાં જાણીતા 12 અને દેશમાં 100થી વધું મંદિર બનાવી ચૂક્યો છે.