January 22, 2025

ભારતીય એથ્લેટ હિમા દાસ મહાકુંભમાં ગંગામાં લગાવી ડૂબકી

Hima Das:મહાકુંભમાં મોટી સંખ્યામાં દેશની સાથે વિદેશમાંથી પણ લોકો ગંગા સ્નાન કરવા પહોંચી રહ્યા છે. જેમાં મોટી મોટી હસ્તીઓ પણ પહોંચી રહી છે. આ વચ્ચે ભારતીય મહિલા દોડવીર હિમા દાસ પણ પ્રયાગરાજ પહોંચી રહી છે.

આ પણ વાંચો: ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રવાસન સ્થળોને માર્ગોની સુધારણા માટે 2269 કરોડ રૂપિયા કર્યા મંજૂર

ગંગામાં ડૂબકી લગાવી
પ્રયાગરાજના સંગમ કિનારે મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે. દેશ વિદેશમાંથી કરોડો લોકો સ્નાન માટે આવી રહ્યા છે. હિમા દાસ પણ પ્રયાગરાજ પહોંચી છે અને ગંગામાં ડૂબકી લગાવી છે. જકાર્તા એશિયન ગેમ્સ 2018 ની સુવર્ણ ચંદ્રક વિજેતા હિમા, જે ધિંગ એક્સપ્રેસ તરીકે જાણીતી છે, તે તેના મિત્રો સાથે અહીં આવી હતી. આ પછી તેણે તેના ગુરુ પાસેથી આશીર્વાદ લીધા હતા.