January 22, 2025

સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેમ થાય છે?

Local Body Elections: આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરાત કરવામાં આવશે. રાજ્ય ચૂટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે. જૂનાગઢ મહાનગર પાલિકાની પણ ચૂંટણી થશે જાહેર. રાજ્યની 69 નગરપાલિકાની ચૂંટણીઓ થશે જાહેર. રાજ્યની 3 તાલુકા પંચાયત, 79 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. પરંતુ શું તમને ખબર છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેમ થાય છે? આવો જાણીએ.

આ પણ વાંચો: આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે જાહેર, રાજ્યની 79 નગરપાલિકાની ચૂંટણીઓ થશે જાહેર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી કેમ થાય છે?
ગામમાં રહેતો માણસ પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતાના સ્તરે જલદી લાવી શકે તેવા ઉદ્દેશ સાથે સ્થાનિકસ્વરાજની સંસ્થાઓની રચના કરવામાં આવી હતી. નાનામાં નાનો વ્યક્તિ સ્થાનિક સરકારનો ભાગ બને તે માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય છે. ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવ નીચા સ્તર પર કામ કરવા માટે પહોંચી શકતી નથી માટે સ્થાનિકસ્વરાજનો ખ્યાલ આપવામાં આવ્યો છે. સ્થાનિકસ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. સ્થાનિક સરકાર જેટલી મજબૂત હોય છે તેટલો જ રાજકીય વિકાસ થાય છે. સ્થાનિક સરકાર વિના રાજ્ય સરકાર અધૂરી છે.

અનેક વિવાદ ઉભા થયા હતા
ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી બેઠકોની ટકાવારી 10 ટકા હતી, જેના કારણે અનેક વિવાદ ઉભા થયા હતા. ત્યારબાદ અદાલતના આદેશને પગલે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરી હતી, જેનો અહેવાલ સરકારને સુપરત કરવામાં આવ્યા પછી આ પ્રક્રિયા શરૂ થઇ હતી. હવે રાજ્યમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા ઓ.બી.સી., 14 ટકા એસ.ટી. અને 7 ટકા એસ.સી. અનામત બેઠકો રહેશે.