January 21, 2025

ફી તો વસુલાશે જ…ઓબ્જેક્શન ફી મુદ્દે હસમુખ પટેલે આપી પ્રતિક્રિયા

Gujarat: રાજ્યમાં વિદ્યાર્થીઓ અવારનવાર અનેક મુદ્દાઓને લઈને વિરોધ કરતા હોય છે. ત્યારે ફરી એક વખત ઓબ્જેકશન ફીનો મુદ્દો ગરમાયો છે. જ્યારે હવે GPSC અધ્યક્ષ હસમુખ પટેલે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, ઓબ્જેક્શન ફી લેવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓએ તેમની ટીકામાં જેટલો ખર્ચ કરવો હોય તે કરી શકે છે.

મળતી માહિતી અનુસાર ઓબ્જેક્શન ફીના મુદ્દાને લઈને GPSC અધ્યક્ષ હસમુખ પટેલે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતની સ્થાપનાના સવાલ સામે આન્સર કીમાં ખોટા જવાબ છે. ઓબ્જેક્શન ફી લેવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓએ તેમની ટીકામાં જેટલો ખર્ચ કરવો હોય તે કરી શકે છે. પરંતુ ફી તો વસુલાશે જ.. જેને લઈને હસમુખ પટેલના આ જવાબની સામે લોકોએ તિખારો વ્યક્ત કર્યો છે.

ઓબ્જેક્શન રજૂ કરવા માટે ફી લેવાનો નિર્ણય વિચારીને લેવામાં આવ્યો છે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. વિદ્યાર્થીઓએ તેની ટીકામાં જેટલો સમય ખર્ચવો હોય તેટલો ખર્ચી શકે છે. પરીક્ષા વ્યવસ્થા સુધારવા માટે જે પણ પગલાં લેવાની જરૂર હશે તે આયોગ લેતું રહેશે.

આ પણ વાંચો: અમેરિકામાં હવે ‘ટ્રમ્પ યુગ’, રાષ્ટ્રપતિ બનતા જ WHOમાંથી અમેરિકાને હટાવવાનો કર્યો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, GPSC દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષામાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કર્યા બાદ આન્સર કીમાં જણાતા વાંધા સૂચનો રજૂ કરાય છે. આ પછી ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવે છે. જ્યારે હવે GPSCના ચેરમેન હસમુખ પટેલે પ્રોવિઝનલ આન્સર કીમાં વાંધા સૂચનોની અરજીને લઈને જણાવ્યું હતું કે, ‘હવે વાંધા સૂચનો માટે પરીક્ષાર્થીઓ પાસેથી ફી લેવાશે.’ બીજી તરફ હસમુખ પટેલના નિવેદન સામે સરકારી ભરતીની તૈયારી કરતા લોકો રોષ ઠાલવી રહ્યા છો.